તપાસ:વાપીના છીરીથી ચોરીના 10 મોબાઈલ સાથે યુવક ઝડપાયો

વાપી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રિએ વિન્ડો ખસેડીને ફોનની ચોરી કર્યાની કબુલાત કરી

વાપીના છીરી વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં ઇસમ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે આરોપીની તપાસ કરતા તેમની પાસેથી 10 મોબાઇલ મળી આવ્યા હતા. આરોપી રાત્રિના સમયે અલગ અલગ વિસ્તારમાં સ્લાઇડિંગ વિન્ડો ખસેડીને મોબાઇલની ચોરી કરી હોવાની કબુલાત કરી છે. હાલ ડુંગરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડ એલ.સી.બી.ના એ.એસ.આઇ અલ્લારખુ અમીરભાઇ વાની તથા પો.સ્ટાફના માણસો ડુંગરા પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હે.કો અજયભાઇ અમલાભાઇને મળેલ બાતમી આધારે મોજે.છીરી પુલ પાસેથી આરોપી 20 વર્ષીય અજયસિંગ ઉર્ફે અજ્જુ ક્રિપાલસિંગ રાજપુત રહે, છીરી, કંચનનગર, હનુમંત રેસીડેન્સી રૂમ નં. 403 મુળ રહે,ગામ.દેવનગર, જી.બાગેશ્વર, ઉતરાખંડ નાને પકડી પાડી તેમના કબજામાંથી અલગ અલગ કંપનીના 10 એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેની કુલ કિંમત 31 હજારનો મુદામાલ ઝડપી લીધો હતો.

આરોપીએ ચોરી અગર છળકપટથી મોબાઇલ મેળવેલાનું જણાતુ હોય મુદામાલ કબજે લઇને સીઆરપીસી.૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરેલ છે. આરોપીને સીઆરપીસી. 41(1)ડી મુજબ અટકાયત કરીને વધુ તપાસ અર્થે ડુંગરા પોલીસ સ્ટેશનમાં આરોપી અને મુદામાલનો કબજો સુપ્રત કરાયો છે. આરોપી રાત્રીના સમયે સ્લાઇડીંગ બારી ખસેડી મોબાઇલ ફોનની ચોરી કરેલાની કબુલાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...