છેતરપિંડી:નવસારીના યુવકને વાપીમાં ઠગે 8 હજારમાં ડમી ફોન પધરાવી દીધો

વાપી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અજાણ્યો ઇસમ મજબૂરીમાં વેચવાનું કહી બાઇક પર છૂ થઇ ગયો

નવસારીનો યુવક વાપીની કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરવા આવ્યો હતો. પરત થતી વખતે તેને એક ઇસમ મળ્યો હતો અને નવો રૂ. 18,500નો ફોન મજબૂરીમાં વેચવાનું કહેતા રૂ.8,000 ઓનલાઇન પેમેન્ટ કરી તેણે ફોનની ખરીદી કરી હતી. પાછળથી આ ફોન ડમી હોવાનું બહાર આવતા યુવકને પોતે છેતરાઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

મરોલી ખાતે રહેતો દીપક કંપનીમાં કોન્ટ્રાક્ટ લેવાનું કામ કરે છે. બુધવારે તે ચાર મજૂરો સાથે વાપીની એક કંપનીમાં કામ કરાવવા માટે આવ્યો હતો. કામ પત્યા બાદ પરત જતી વખતે ગુંજન પ્રાઇમ હોટેલ પાસે તેને બાઇક પર આવેલા એક ઇસમે અટકાવીને જણાવેલ કે, તેની પાસે ઓપ્પો કંપનીનો ફોન છે જે રૂ.18,500માં તેણે હાલ જ ખરીદી કરી છે.

મજબૂરી હોવાથી સસ્તામાં વેચવા જણાવતા દીપકે આ ફોન રૂ.8000માં લેવાનું નક્કી કરી તેને ઓનલાઇન પેમેન્ટ કરી દેતા ઇસમ બીલ સાથે ફોન આપી પોતાની બાઇક લઇને ત્યાંથી જતો રહ્યો હતો. જે બાદ યુવક ફોનમાં સીમ નાંખી જોતા તે ચાલતું ન હોવાથી મોબાઇલની દુકાનમાં જઇ ચકાસણી કરાવતા ડમી ફોન હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...