વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં દારૂ પીને લવારા કરતા યુવક સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીની પત્નીએ તેની સામે અરજી આપી હોવાથી પોલીસે જવાબ લેવા યુવકને બોલાવતા તે નશામાં પોલીસ સ્ટેશને આવ્યો હતો.
વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અપોકો નિર્મલકુમાર સતિષભાઇ બુધવારે હે.કો. જગજીવન દિનેશભાઇ સાથે ફરજ ઉપર હાજર હતા. તે દરમિયાન એક ઇસમ પોતાની પત્નીની અરજી બાબતે પુછપરછ કરી લવારા બકવાસ કરતો હોય દારૂ પીધેલાનું જણાઇ આવતા તેનું નામઠામ પુછતા તેણે પોતાનું નામ પ્રકાશ ઘેવરચંદ જૈન ઉ.વ.50 ધંધો વેપાર રહે.વાપી અલ્કાપુરી સોસાયટી ફ્લેટ નં.102 ધુપછાંવની પાસે વાપી મુળ જી.બારમેડ રાજસ્થાનનો હોવાનું તોતડાતી જીભે જણાવ્યું હતું.
ઇસમ દારૂ પીધેલાની હાલતમાં લથડીયા ખાતો હોય તેમજ મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હોય તેની સામે પ્રોહી એક્ટ કલમ 66(1)બી, 85(1) મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપીની પત્નીએ પોલીસ મથકમાં પતિ સામે આક્ષેપ કરી લેખિત ફરીયાદ કરી હતી કે, તેનો પતિ તેને પૈસા આપતો નથી અને અવારનવાર હેરાન પરેશાન કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.