તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:વાપીના યુવકે સરકારી મહિલા કર્મીને પોર્ટમાં વાહનો ભાડે રાખવાનું કહી 26 લાખનો ચૂનો ચોપડ્યો

વાપી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ગાંધીનગરના સરગાસણમા રહેતી અને સચિવાલયમાં ડેપ્યુટી સેક્શન તરીકે ફરજ બજાવતી રિધ્ધિ રતનસિંહ ગઢવીને 3 વર્ષ અગાઉ પ્રવાસે જવાનું હોય અમદાવાદની યુગ ડ્રાઇવર સર્વિસમાં ફોન કરી ડ્રાઇવરની સેવા લીધી હતી. કંપનીએ સંજય નટવર પટેલ રહે.બી-101, વૃંદાવન પાર્ક તક્ષશીલા પાસે વાપી ને ડ્રાઇવર તરીકે મોકલાવ્યો હતો. સંજય વાહન સારૂ હંકારતો હોવાથી વારંવાર તેને બોલાવવામાં આવતો હતો.

તે દરમિયાન સંજયે યુવતીને જણાવ્યું હતું કે, ધંધો કરવા વાહનો કરી આપો જે તે હજીરા પોર્ટમાં ભાડેથી ચલાવશે અને તે માટે સંજયે 3 કાર પેટે રૂ.1800 તથા ઇનોવા કાર પેટે રૂ.2 હજાર દૈનિક ચૂકવવાનો વિશ્વાસ યુવતીને આપ્યો હતો. જેથી યુવતીએ ઓળખીતાની સ્વીફ્ટ કાર, બલેનો કાર, રેનોલ્ટ કાર અને ઇનોવા કાર તેને ભાડે મૂકવા આપી હતી. 4 ફેબ્રુઆરી 2021ના રોજ રૂ.49,500 તેમજ 4 માર્ચે રૂ.20 હજાર સંજયે યુવતીને ચૂકવ્યા હતા. જોકે આ રકમ નક્કી થયા કરતા ઓછી હોય રિદ્ધિએ ગાડીઓ પરત માંગી લીધી હતી. જે બાદ સંજયે જણાવેલ કે, ગાડીઓ અને બાકીના હિસાબો તે આપી જશે.

જોકે ત્યારબાદ થી તેનો ફોન બંધ આવતા રિદ્ધિએ હજીરા પોર્ટ પર જઇ તપાસ કરતા જાણવા મળેલ કે, ત્યાં આવી કોઇ ગાડીઓ ભાડેથી મૂકાઇ જ નથી. વાપીમાં સંજયના ઘરે તપાસ કરતા તે મુંબઇ છે અને તેની કોઇ માહિતી ન હોવાનું પરિવારે જણાવતા રિદ્ધિને પોતે છેતરાઇ ગયા હોવાની જાણ થતા આ અંગે તેમણે અડાલજ પોલીસ મથકમાં સંજય પટેલ સામે રૂ.26.45 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...