તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કપરાડામાં ગોંડલનો યુવક છરી-પંચ સાથે ઝડપાયો, યુવક ટ્રક ચાલક હોવાનું બહાર આવ્યું

વાપી21 દિવસ પહેલા
 • કૉપી લિંક

કપરાડાના પીએસઆઇ ડી.આર. ભાદકરા અને તેમની ટીમ બુધવારે રાત્રીએ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે મામલતદાર કચેરી નજીક એક ઇસમ શંકાસ્પદ હાલતમાં હાથમાં થેલો લઇને જતો જોવા મળ્યો હતો. પોલીસે યુવકને આંતરીને તપાસ કરતા તેના થેલામાંથી અંદાજે 6 ઇંચનું છરી જેવું ધારદાર હથિયાર અને લોખંડનો પંચ મળી આવ્યો હતો.

યુવકની ઓળખ રાજકોટ નજીકના ગોંડલ ચોકડી નજીક રહેતા મનોહર વિઠ્ઠલભાઇ પાટિલ તરીકે થઇ હતી. પ્રાથમિક તપાસમાં યુવક ટ્રક ચાલક હોવાથી તેમની ટ્રક ઘાટમાં બગડી જતા તે રાત્રીએ ફરી રહ્યો હોવાનું જણાયું હતું. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો