કાર્યવાહી:અમદાવાદ નરોડાનો યુવક વાપીથી દારૂ સાથે ઝડપાયો

વાપી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરાવનાર-મંગાવનાર 3ને વોન્ટેડ જાહેર કર્યા

ડુંગરા પોલીસે લવાછા ચેકપોસ્ટથી અમદાવાદના ઇસમને રિક્ષામાં દારૂ લઇ આવતા પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે માલ આપનારા અને મંગાવનારા ત્રણ ઇસમો વોન્ટેડ જાહેર કરાયા છે. ડુંગરા પોલીસ બુધવારે લવાછા-પીપરીયા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન સેલવાસ તરફથી આવતી રિક્ષા નં.જીજે-15-એયુ-6451માં આવતા એક શંકાસ્પદ પેસેન્જરને ઉતારી તેની પાસે રાખેલા બે બેગની ચકાસણી કરતા દારૂ મળી આવ્યો હતો.

પોલીસે આરોપી કપિલ રાજકુમાર ગુરનાણી ઉ.વ.30 રહે.શાંતિપ્રકાશ સોસાયટી નરોડ અમદાવાદ શહેરને પકડી પાડી તેની પાસેથી રૂ.30,800 નો દારૂ કબજે લઇ સેલવાસથી દારૂ આપનાર અને માલ મંગાવનારા મદન સરકાર તથા નિમેષ સલગાવકર બંને રહે.અમદાવાદ ગેલેક્સી રોડ નરોડા પાટીયા ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે દારૂ સાથે આરોપીની ધરપકડ બાદ અન્ય આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...