અકસ્માત:મોરાઇમાં કન્ટેનર અડફેટે યુવકનું ધડ-પગ શરીરથી છૂટું પડી ગયું

વાપી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પારડીનો યુવક બાઇકથી વાપી આવી રહ્યો હતો

પારડીનો યુવક પોતાની બાઇક લઇને વાપી આવી રહ્યો હતો. ત્યારે વાપીના મોરાઇ ખાતે પહોંચતા એક કન્ટેનરના ચાલકે તેને અડફેટમાં લેતા યુવકનું ધડ અને પગ શરીરથી છૂટું પડતા સ્થળ પર મોત થયું હતું. અકસ્માત થતાં જ લોકોએ કન્ટેનર ચાલકને પકડી પાડ્યો હતો.

પારડીના આમળી પટેલ ફળિયું ખાતે રહેતા અશોકભાઇ ડાહ્યાભાઇ પટેલે શુક્રવારે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવેલ કે, તેમનો પિતરાઇ ભાઇ અજયભાઇ બચુભાઇ પટેલ ઉ.વ.46 રહે.આમળી દીપલી ફળિયા શુક્રવારે સવારે પોતાના કામ અર્થે બાઇક નં.જીજે-15-ડીએચ-9008 લઇને વાપીમાં કામ અર્થે નીકળ્યા હતા.

તે દરમિયાન વાપીના મોરાઇ એચ.પી.પેટ્રોલ પંપની સામે હાઇવે ઉપર સુરતથી મુંબઇ તરફ જતા રોડની સાઇડમાં કન્ટેનર નં.એમએચ-46-એએફ-2207ના ચાલકે તેની ગાડી પૂરઝડપે હંકારી અજયભાઇની બાઇકને અડફેટમાં લેતા તેઓ પાછળના ટાયર નીચે કચડાઇ ગયા હતા. જેના કારણે અજયભાઇનો ધડ અને પગ શરીરથી છૂટા પડી ગયા હતા અને સ્થળ ઉપર તેમનું મોત થયું હતું.

બનાવ બનતા જ લોકોએ કન્ટેનર ચાલક જીતેન્દ્ર લાલસા સરોજ રહે.પનવેલ થાણે ને પકડી પાડ્યો હતો. મૃતક અજયભાઇ વીડિયો શુટિંગનું કામ કરતા હતા. અકસ્માતને પગલે તેમના સમાજ અને મિત્ર વર્તુળમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...