દુર્ઘટના:વાપીમાં મોડી રાત્રે ટ્રેનની અડફેટે યુવક મોતને ભેટ્યો

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાથની કલાઇ પર DIPAK લખેલું છે

વાપી રેલવે સ્ટેશન નજીક મોડી રાત્રે એક અજાણ્યા ઇસમનું ટ્રેનની અડફેટે આવી જતા સ્થળ ઉપર મોત થતા પોલીસે તેના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે. વાપી રેલવે પોલીસ સ્ટેશના પો.હે.કો.ભાવસીંગ કડકીયાભાઇએ જણાવ્યું છે કે, ગુરૂવારે રાત્રે એક વાગે રેલવે સ્ટેશનની ઉત્તરે ડાઉન રેલવે લાઇન ઉપર દુરન્તો એક્સપ્રેસ ટ્રેનની અડફેટમાં આવી જવાથી એક 30 વર્ષીય અજાણ્યા યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થતા સ્થળ ઉપર મોત થયું હતું. જેની ઉંચાઇ 5 ફુટ 6 ઇંચ છે અને તેના જમણા હાથની કલાઇ ઉપર અંગ્રેજીમાં DIPAK તથા ત્રણ સ્ટાર ત્રોફાવેલ છે. જે કોઇને મૃતકના વાલીવારસની જાણ થાય તો રેલવે પોલીસને જાણ કરવા અપીલ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...