વાપી નવા રેલવે અંડરબ્રિજ નજીક હનુમાન મંદિરના પાછળના ભાગે ગુરૂવારે ઉમરગામ તરફ જતી મેમુ ટ્રેનની નીચે પડતું મુકીને યુવકે આપઘાત કર્યો હતો. મૃતક ઉમરગામ જીઆઇડીસીમાં ફર્નિચર બનાવવાનું કામ કરતો હોવાનું જાણવા મળે છે. વાપી રેલવે પોલીસે આકસ્મિક મોતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાપી સ્ટેશન અધિક્ષકે ગુરૂવારે જીઆરપીને મેમો આપી જાણ કરી હતી કે, નવા રેલવે અંડરબ્રિજથી થોડે દૂર હનુમાન મંદિરના પાછળના ભાગે ડાઉન લાઇન ઉપર એક યુવકે મેમુ ટ્રેનની સામે ઊભો રહીને આપઘાત કર્યો છે. જમાદાર જયંતિભાઇ અને તેમન ટીમ સ્થળ ઉપર પહોંચીને તપાસ હાથ ધરી હતી.
અંદાજે 42 વર્ષના યુવકે વલસાડથી ઉમરગામ જતી મેમુ ટ્રેનની સામે પડતું મુકીને જીવન ટૂંકાવ્યું હતુ. મૃતક યુવકની ઓળખ ઉમરગામ જીઆઇડીસી કોલોનીમાં રહેતા 42 વર્ષીય અમન કૃપાલસિંગ સાઇ તરીકે થઇ હતી. મૃતક જીઆઇડીસીમાં ફર્નિચર બનાવવાનું કામ કરતો હોવાનું જાણવા મળે છે. જોકે, ઉમરગામથી વાપી સુધી આવીને યુવકે ક્યા કારણોસર આપઘાત કર્યો એ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.