ફરિયાદ:મિત્ર સાથે ઝઘડાની અદાવતે યુવક પર સળિયાથી હુમલો

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દમણના યુવકની વાપી પોલીસમાં 3 સામે ફરિયાદ

દમણના ડાભેલ ખાતે ફ્રાંસિસભાઇની ચાલીમાં રહેતા અને ક્રિએટીવ કંપનીમાં નોકરી કરતા અજય બૈજનાથ પટેલ મુળ રહે.એમપી એ શુક્રવારે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગુરૂવારે મિત્ર સેલુસિંગ ભગેલની બાઇક ઉપર બેસી ડાભેલ ચેકપોસ્ટની આગળ સેન્ટર બજારની સામે ઉતર્યો હતો.

ત્યાંથી પાણી પીતી વખતે પ્રાંજલસિંગ મિગ્રેનસિંગ ભગેલ અને ભાનુસિંગ રાજેશસિંગ ગહરવાર બંને રહે.વાપી કેવડી ફળિયા સુમીતની ચાલીમાં અને આકાશસિંગ રાજપુત રહે.દમણ કેવડી ફળિયાએ ઝઘડાની અદાવત રાખી લાકડાથી હાથ-પગ અને માથાના ભાગે ફટકા મારેલ અને છેલ્લે પ્રાંજલે માથા પર લોખંડના પાઇપથી ફટકો મારતા આજુબાજુના લોકો ત્યાં દોડી આવ્યા હતા. જેથી ત્રણેય ત્યાંથી ફરાર થઇ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત વાપી ચલા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...