દુર્ઘટના:રાજપીપળા ફરવાની જગ્યાએ દાનહના યુવકને મોત મળ્યું, દેગામમાં ટ્રકે ઇકોને અડફેટમાં લેતા અકસ્માત

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દાનહના વાઘછીપા ખાતે સ્કૂલફળિયામાં રહેતા સતીષભાઇ મોહનભાઇ પટેલ દેગામ કરાયા મંછુ ફળિયામાં રહેતા સંબંધી ધર્મેશભાઇ બચુભાઇ પટેલના ઘરે શનિવારે વહેલી સવારે ચાર વાગે પોતાની બાઇક લઇને નીકળ્યા હતા. જ્યાંથી ધર્મેશભાઇ, ગુલાબભાઇ વસનાભાઇ, વનીતાબેન ગુલાબભાઇ, ભુમીકાબેન અમીતભાઇ અને અમીતભાઇ પટેલ ધર્મેશભાઇની ઇકો કાર નં.જીજે-15-સીએલ-3234 લઇને રાજપીપળા ગામે ફરવા માટે નીકળ્યા હતા.

દેગામ કરાયા પાસે પહોંચતા મોટાપોંઢા તરફથી આવતી એક ટ્રકે ઇકો કારને અડફેટમાં લેતા કારમાં સવાર તમામ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં સતીષભાઇને માથા અને છાતીમાં ગંભીર ઇજા પહોંચતા તેમનુું સ્થળ ઉપર મોત થયું હતું. જ્યારે અન્ય તમામ લોકો સારવાર માટે તાત્કાલિક વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ બનતા જ ટ્રકનો ચાલક ગાડી છોડીને સ્થળ ઉપરથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતની જાણ થતા ડુંગરા પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને ફરાર ટ્રકચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...