તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:વાપીથી દિવાળીના કપડાં ખરીદી પરત જતાં બાઇક સ્લીપ થવાથી યુવકનું મોત

વાપી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કલગામના યુવકને ફણસા પાસે અકસ્માત

વાપીથી દિવાળીના કપડાં ખરીદીને બાઇક ઉપર પરત ઘરે જઇ રહેલા કલગામના યુવકની બાઇક સ્લીપ થતાં માથાના ભાગે ગંભીર ઇજાથી સ્થળ ઉપર જ મોત થયું હતું. જુવાનજોધ પુત્રનું સપરમાં દિવસે મોત થતાં સમગ્ર ગામમાં શોકની કાલીમા ફરી વળી હતી.

ઉમરગામના કલગામ સ્થિત ઉમરિયાવાડીમાં રહેતા વિનોદભાઇ બાબુભાઇ કોળીપટેલનો પુત્ર જયમિન શુક્રવારે તેમની બાઇક લઇને વાપી દિવાળીમાં પહેરવાના કપડાં ખરીદવા આવ્યો હતો. કપડાં લીધા બાદ જયમિન પોતાની બાઇક લઇને રાત્રીએ ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ફણસા મેઇન રોડ ઉપર તેમણે કાબુ ગુમાવ્યો હતો. બાઇક સ્લીપ થતાં માથાનાં ભાગે ગંભીર ઇજાથી જયમિન પટેલનું સ્થળ ઉપર જ મોત થયું હતું. દિવાળીના તહેવારમાં જુવાનજોધ પુત્રના અકાળે મોતના પગલે સમગ્ર પટેલ પરિવારમાં શોકની કાલિમા ફરી વળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો