રેસ્ક્યુ:વાપી ડુંગરામાં મજૂર સામાન હટાવવા જતાં સાપે ડંખ માર્યો

વાપી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગંભીર હાલતમાં યુવક ડુંગરીની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો

વાપીના ડુંગરા ખાતે કંસ્ટ્રક્શન સાઇટ પર એક મજૂર સામાન હટાવવા જતા અંદરથી એક સાપે તાત્કાલિક તેના પગમાં ડંખ મારતા સારવાર માટે તે ડુંગરીની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતા ઇમરજન્સી રેસ્ક્યુ ફોર્સની ટીમે સાપને રેસ્ક્યુ કરી વનવિભાગને જાણ કરી હતી.

​​​​​વાપીના ડુંગરા ખાતે સાગર પાર્ક નજીક એક કંસ્ટ્રક્શન સાઇટનું કામ ચાલુ હોય ત્યાં મજૂરી કરતા શિવાભાઇ ઉ.વ.42 રહે. ડુંગરી ફળિયા સામાન હટાવવા જતા જ અંદરથી એક સાપ તાત્કાલિક તેના પગે ડંખ મારતા બૂમાબૂમ કરવાથી અન્ય મજૂરો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને 108ની મદદે સારવાર માટે તે ડુંગરીની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ વાપી ઇમરજન્સી રેસ્ક્યુ ફોર્સના મુકેશભાઇ ઉપાધ્યાયને કરતા તેઓ તેમની ટીમ સાથે સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને સાપને રેસ્ક્યુ કરી વનવિભાગને જાણ કરી હતી.

મુકેશભાઇના જણાવ્યા મુજબ આ સાપને કુરસા નામથી જણાય છે. જે 35 ઇંચ જેટલો જ લાંબો હોય છે. અન્ય સાપની જેમ આ સાપ બિલ્કુલ નથી. કોઇપણ વ્યક્તિ આની નજીક જાય તો તે ડંખ મારી દેતો હોય છે. આ ઝેરી સાપ પથ્થર કે લાકડાનો જથ્થો હોય તેમાં સંતાઇ જાય છે. વલસાડ જિલ્લામાં 20 વર્ષમાં આ સાપ બીજી વાર પકડાયો છે. અગાઉ પણ ઇમરજન્સી રેસ્ક્યુ ફોર્સે જ આ સાપનું રેસ્ક્યુ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...