દુઘર્ટના:વાપીની કંપનીમાં પટકાયેલા કામદારનું સ્થળ પર જ મોત

વાપી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીડીથી ઉતરતી વખતે પગ લપસી ગયો હતો

વાપી જીઆઇડીસીની એક કંપનીમાં પહેલા માળે કામ કરી સીડીથી નીચે ઉતરતી વખતે પગ લપસી જતા કામદાર 8 ફૂટ નીચે પટકાયો હતો. જેને હોસ્પિટલમાં લઇ જતા તબીબે મૃત જાહેર કરતા બનાવ અંગે પોલીસમાં જાણ કરાઇ હતી. વાપી જીઆઇડીસી ફર્સ્ટ ફેસમાં પ્લોટ નં.-1-એ સ્થિત ઇન્ડિયા જીલેટીન એન્ડ કેમિકલ્સ લિ.કંપનીમાં નોકરી કરતા અને ભડકમોરા સુલપડ ખાતે જગાભાઇની ચાલીમાં રહેતા ગુલાગ શીવગની ગૌડ ઉ.વ.53 બુધવારે સવારે રાબેતા મુજબ કંપનીમાં કામ કરવા ગયા હતા.

કંપનીમાં પહેલા માળે મશીન ગોઠવેલ હોય ત્યાં આગળ કામ કરવા તેઓ ઉપર ચઢ્યા હતા. જ્યાંથી પરત સીડીથી ઉતરતી વખતે પગ સ્લીપ થઇ જતા 8 ફૂટ ઉપરથી નીચે પટકાતા તેઓને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં કામદારને વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડતા ફરજ પર હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. જે અંગે જીઆઇડીસી પોલીસમાં મૃતકના પુત્રએ જાહેરાત આપતા આગળની તપાસ અહેકો અમરત નારણ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...