ઉમદા કામગીરી:વાપીની મહિલા ભણીને ઉદ્યોગપતિ બની એ શાળાને 80 લાખના ખર્ચે નવી બનાવી

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
દાતા ભાનુબેન પટેલ - Divya Bhaskar
દાતા ભાનુબેન પટેલ
  • 50 વર્ષ અગાઉ ભૂતસરની સરકારી શાળામાં અભ્યાસ કર્યો હતો
  • 1945થી ચાલતી શાળા માટે ભૂતપૂર્વ વિદ્યાર્થિની આગળ આવી

વ્યક્તિ ગમે તેટલા ઉચ્ચ સ્થાન પર પહોચે પરંતુ પોતાના વતનને તે કદી ભુલતો નથી એવું કહેવાય છે.આ વાતને વાપીની મહિલા ઉદ્યોગપતિએ ચરિતાર્થ કરી બતાવી છે. કારણ કે ધરમપુર તાલુકાના ભુતસરમાં વર્ષ 1945થી શરૂ થયેલું છાત્રાલય જર્જરીત હતું. બાજુના બોદલાઇ ગામમાં બદલવુ પડ્યું હતું. આ જર્જરિત સ્કૂલમાં અભ્યાસ કરનાર વાપીની મહિલાએ તાજેતરમાં 80 લાખનું માતબર દાન આપી વિદ્યાલયને અઘત્તન બનાવી છે. અનોખી રીતે વતનનું ઋણ અદા કરતાં તેમની કામગીરીને બિરદાવામાં આવી રહી છે.

શાળાનું નવું મકાન બન્યા બાદ ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત મહાનુભવો.
શાળાનું નવું મકાન બન્યા બાદ ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત મહાનુભવો.

શિક્ષણ, સંસ્કાર અને પ્રગતિના ઉદેશ્યથી વર્ષ 1945થી શરૂ થયેલું છાત્રાલય સમયાંતરે જર્જરીત બનતા તેને નવીનીકરણની જરૂર ઊભી થઈ હતી, ત્યારે પોતાના વતન અને પોતે જે શાળામાં શિક્ષણ મેળવ્યું તેનું ઋણ ચુકવવા વાપીના મહિલા ઉદ્યોગપતિ ભાનુબેન દિનકરભાઈ પટેલે રૂ.80 લાખના ખર્ચે ધરમપુર નજીકના ભૂતસર ગામે રાષ્ટ્રીય વિદ્યાલય ખાતે હોસ્ટેલનું નિર્માણ કર્યું છે.185 વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ કુમાર છાત્રાલયનું રવિવારે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મહિલા ઉદ્યોગપતિ ભાનુબેન પટેલે જણાવ્યું હતું કે વર્ષ 1903માં ભૂતસરની બાજુમાં આવેલા બોદલાઈ ગામે શાળા શરૂ કરવામાં આવી હતી. બાદમાં અંતરિયાળ ગામના આદિવાસી બાળકો પણ શિક્ષણ મેળવી શકે તે હેતુથી 1945 માં છાત્રાલય શરૂ કરાયું હતું.જોકે 1992માં હોસ્ટેલમાં આગની ઘટના બાદ તેને 1993માં ભૂતસરમાં શરૂ કરાયું હતું.પરંતુ સમયાંતરે તે જર્જરીત બનતા પોતાના મનમાં વતન માટે કઈ કરી છૂટવાની તમન્નાને ધ્યાનમાં રાખીને નવીન હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે લોકસેવાની ભાવનાથી શરૂ કરાયેલી શાળામાં આજે હોસ્ટેલ નિર્માણથી સોનેરી પીંછું ઉમેરાયું છે.ભાનુબેને ઉમદા કામગીરીને વાપીના પદમશ્રી ગફુર બિલાખિયાએ પણ બિરદાવી હતી.

સ્કૂલમાં બાકી સુવિધા આપવા માટે મહિલા સાથે અન્ય દાતા આગળ આવ્યા
ભુતસર વિદ્યાલયમાં કેટલીક જરૂરિયાત અંગે વાપી વીઆઇએ દ્વારા આ સુવિધા પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ભાનુબેન પટેલની કામગીરીને બિરદાવવા યોજાયેલા વિદ્યાલયના લોકાર્પણમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, મિકાસ ઓર્ગેનિકના સંચાલક પ્રણવ શાહ,રાજુલ શાહ, વીઆઇએ પ્રમુખ કમલેશ પટેલ,સેક્રેટરી સતિષ પટેલ,યોગેશ કાબરિયા,મિલન દેસાઇ, શિરિષ દેસાઇ,હેમાંગ નાયક હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...