ઉજવણી:અનાવિલ સમાજને 2.50 લાખ દાન કરી જન્મદિવસની અનોખી ઉજવણી કરાઇ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉદવાડા અનાવિલ હોલમાં તીઘરા ગામના દિપકકુમાર ગુલાબભાઇ દેસાઈએ તેમના પૌત્ર નિયોમ મનીષકુમાર દેસાઈના જન્મદિન એક કાર્યક્રમ આયોજન કર્યુ હતુ. જેમાં તેઓએ અનાવિલ સમાજના ટ્રસ્ટી અનિલ દેસાઈ (મામા)ને દાતા દીપકભાઈ દેસાઈના હસ્તે રૂ. 2.50 લાખના ચેકનું વિતરણ કર્યુ હતું.

પૌત્રનો અનોખી રીતે જન્મદિવસની ઉજવણીમાં બાળકો માટે દિપક દેસાઈના મિત્ર ટીવી સ્ટાર કલ્પેશ મકવાણા હાજર રહી બાળકો માટે કૃતિઓ રજુ કરી હતી. એડવોકેટ ધર્મિનભાઇ શાહનું દીપકભાઈ દ્વારા સન્માન કરાયુ હતું. વાપીના અનાવિલ આગેવાન અને ટ્રસ્ટી અનિલ દેસાઈ (મામા), બાલદાના સમાજના કમલેશ દેસાઈ હાજર રહ્યા હતાં. સમાજને 2.50 લાખનું દાન કરી જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં અનાવિલ સમાજના આગેવાનો હાજર રહીને આ કામગીરીને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...