કોરોના બેકાબૂ:દમણમાં વધુ 3 સંક્રમિત સાથે કુલ 992 કેસ થયા

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દમણ જિલ્લામાં શનિવારે કોરોના પોઝિટિવના નવા માત્ર 3 જ કેસ આવ્યા હતા જેની સામે 7 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. શનિવારે દમણ જિલ્લામાં એક પણ નવા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો ન હતો. હાલમાં કોરોનાની સ્થિતિ જોઇએ તો 912 દર્દીઓ રીકવર થઇને ઘરે પહોંચી ગયા છે જ્યારે 80 એક્ટિવ કેસ છે જે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલમાં કન્ટેનમેન્ટ ઝોન ઘટીને કુલ સંખ્યા માત્ર 35 રહી છે.

અન્ય સમાચારો પણ છે...