તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:વલસાડ જિલ્લાની 246 શાળાઓમાં RTE હેઠળ કુલ 865 બાળકોને પ્રવેશ મળી રહેશે

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરટીઇ હેઠળ 25 જુલાઇ સુધી ઓનલાઇન ફોર્મ ભરવાની સિસ્ટમ

રાજય પ્રાથમિક શિક્ષણ વિભાગે આરટીઇ હેઠળ પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરી છે. જે અંતગર્ત વલસાડ જિલ્લાની 246 શાળાઓમાં આટીઇ હેઠળ કુલ 865 બાળકોને નિ:શુલ્ક પ્રવેશ મળી રહેશે.જેનાથી ગરીબ વિદ્યાર્થીઓને લાભ થશે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ (આરટીઇ)હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા મુજબ વિનામુલ્યે ધો-1માં નબળા અને વંચિત જુથના બાળકોને પ્રવેશ આપવો ફરજિયાત છે. કોરોનાના કારણે આ પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી ન હતી.

તાજેતરમાં સરકાર દ્વારા આરટીઇ હેઠળ પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે.વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી.બી.બારિયાએ જણાવ્યુ હતું કે 1 જુને બાળકોએ પાંચ વર્ષ પૂર્ણ કરેલા હોય તેઓ આ યોજના હેઠળ પ્રવેશપાત્ર છે.વર્ષ 2021-22માં વલસાડ જિલ્લામાં 246 શાળાઓ પૈકી 865જગ્યાઓ આરટીઇ એક્ટ અંતગર્ત પ્રવેશ મેળવાપાત્ર છે. વાલીઓએ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે જરૂરી લાગુ પડતા આધાર પુરાવાઓ જેવા કે જન્મ તારીખનો દાખલો , જાતિ કેટેગરીનો દાખલો તેમજ આવકનો દાખલો ઓનલાઇન અપલોડ કરવાનો રહેશે.

ઓનલાઇન ફોર્મ પ્રિન્ટ ,વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. કોવિડ 19ની મહામારીના કારણે ઓનલાઇન ફોર્મ પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. આમ હવે આરટીઇ હેઠળ પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત થતાં વાલીઓ ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયામાં વ્યસ્ત બનશે.

આ હેલ્પલાઇન પર વધુ વિગતો મળશેે
વાલી www.rte.orpgujarat.com વેબસાઇટ પર 25 જુનથી 5 જુલાઇ દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકે છે. જેમાં ફોર્મ ભરવા સંબંધી જરૂરી વિગતો આધાર પુરાવાની માહિતી વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ પ્રવેશ માટે જિલ્લા કચેરીના હેલ્પલાઇન 02632 253210 પર સંપર્ક કરવાનો રહેશે. વાલીઓએ આ વખતે તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...