કોરોનાનો કહેર:દમણમાં કોરોના વધુ 20 કેસ સાથે કુલ આંક 192

વાપી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 77 રીકવર થયા,115 એક્ટિવ કેસ

સંઘપ્રદેશ દાનહના બે માસ પછી દમણમાં કોવિડ 19 ના કેસનો આરંભ થયો હતો જોકે, હવે સ્થિતિ એ આવી ગઇ છેકે, સોમવારે દમણમાં વધુ 20 કેસ નોંધાતા હવે દાનહની બરોબરી ઉપર પહોંચી ગયું છે. દમણમાં કુલ કોરોના પોઝિટિવની સંખયા 192 ઉપર પહોંચ્યો છે. દમણના ડેપ્યુટી કલેકટર ચાર્મી પારેખે માહિતી આપતા જણાવ્યું હતું કે, સોમવારે દમણના ડાભેલ અને કચીગામ વિસ્તારમાંથી વધુ 20 કેસ કોરોના પોઝિટિવના આવ્યા છે. આ સાથે જ 7 દર્દી સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે. હાલમાં એક્ટિવ 115 એક્ટિવ કેસ સાથે કુલ 77 દર્દી સાજા થયા છે. દમણમાં વધુ ચાર કન્ટેનમેન્ટ જાહેર કરાયા છે જેમાં કચીગામના ડુંગરી ફળિયામાં શબરી કોમ્પલેક્સ, ડાભેલ ઘેલવાડમાં ધર્મિષ્ઠા પાર્ક, સોમનાથ ઇન્કમ ટેક્સ ઓફિસ નજીક નરેશભાઇની ચાલી, ડાભેલ ચેકપોસ્ટ નજીક આમંત્રણ બાર અને આજુબાજુનો વિસતારને સીલ કરીને સેનેટાઇઝ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...