તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:જિલ્લાની 246 શાળામાં RTE હેઠળ કુલ 1583 ફોર્મ ભરાયા

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 865 બાળકોને ધોરણ1માં નિ:શુલ્ક પ્રવેશ અપાશે

વલસાડ જિલ્લામાં આરટીઇ હેઠળ કુલ 865 બાળકોને ધો.1માં નિ:શુલ્ક પ્રવેશ મળશે. આ માટે 5 જુલાઇ સુધીમાં જિલ્લામાંથી કુલ 1583 ફોર્મ ભરાયા છે. આરટીઇ હેઠળ પ્રવેશ અપાવવા ગરીબ પરિવારોના વાલીઓએ સારો ઉત્સાહ દર્શાવ્યો છે. આ વખતે પ્રવેશની સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી હતી. હવે શિક્ષણ વિભાગ મ‌ળવાપાત્ર બાળકોને પ્રવેશ આપવાની પ્રક્રિયા પૂર્ણ કરશે.

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ (આરટીઇ)હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા મુજબ વિનામુલ્યે ધો-1માં નબળા અને વંચિત જુથના બાળકોને પ્રવેશ આપવો ફરજિયાત છે. જે અંતગર્ત સરકાર દ્વારા આરટીઇ હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટે 5 જુલાઇ સુધી ઓનલાઇન ફોર્મ ભરાવા વાલીઓને જાણ કરાઇ હતી. વર્ષ 2021-22માં વલસાડ જિલ્લામાં 246 શાળાઓ પૈકી 865જગ્યાઓ આરટીઇ એક્ટ અંતગર્ત પ્રવેશ મેળવાપાત્ર છે.વાલીઓએ ઓનલાઇન ફોર્મ ભરવામાં ઉત્સાહ દશાવ્યો હતો.

જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બારિયાએ જણાવ્યુ હતું કે 1583 ફોર્મ ભરાયા છે. હવે મળવાપાત્ર બાળકોને એડમિશન આપવાની પ્રક્રિયા હાથ ધરાશે. આમ વલસાડ જિલ્લામાં કુલ 246 શાળાઓમાં કુલ 865 બાળકોને ધો.1માં પ્રવેશ મળશે. આરટીઇ હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના વાલીઓને રાહત થશે.

અન્ય સમાચારો પણ છે...