ધરપકડ:મહારાષ્ટ્ર પોલીસની ટીમ વાપીના વેપારીને ઉચકી ગઇ, કાસા પોલીસે પકડેલ ગુટખામાં નામ આવ્યાની ચર્ચા

વાપી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

મહારાષ્ટ્રના કાસા પોલીસની ટીમ ગુરૂવારે વાપી આવી પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદે વાપી ખોજા સોસાયટી પાસે રહેતા વેપારીને પૂછપરછ માટે લઇ ગયા હોવાની માહિતી મળી રહી છે. મહારાષ્ટ્રના પાલઘર ખાતે આવેલ કાસા પોલીસ સ્ટેશનથી પોલીસની એક ટીમ ગુરૂવારે વાપી ટાઉનમાં આવી પહોંચી હતી. થોડા દિવસ અગાઉ કાસા પોલીસ મથકના હદ વિસ્તારમાંથી 12 લાખથી વધુના ગુટખા સાથે આરોપીઓ પકડાયા હોવાની માહિતી મળી રહી છે. જેમાં વાપીના વેપારીનું નામ ખુલતા તેની શોધખોળમાં તેઓ વાપી આવ્યા હતા.

વાપી ટાઉન પોલીસની ટીમને સાથે લઇ વેપારી રમાશંકર કિશોર યાદવ (રામા યાદવ) રહે.કસ્ટમ રોડ યાદવ ભવન ખોજા સોસાયટી પાસે વાપીને પકડી મહારાષ્ટ્ર પોલીસ તેને કાસા લઇ ગઇ હતી. આ વેપારીનું નામ અગાઉ પણ અનેક ગુટખા પ્રકરણમાં ખુલી ચુક્યું છે. ગેરકાયદે પાનમસાલા અને તમાકુ સપ્લાય કરવામાં હાલ વાપીના અનેક વેપારીઓ જોડાયા છે કે જેઓ વાપીથી મહારાષ્ટ્ર ખાતે ગેરકાયદે રીતે માલ સપ્લાય કરી ડબલથી ટ્રિપલ રૂપિયાની કમાણી કરી રહ્યા છે. હાલ વેપારી રામા યાદવને કયા ગુનામાં પૂછપરછ માટે લઇ ગયા છે તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...