વલસાડ જિલ્લામાં શિવરાત્રીમાં ગંગાજીના મેળા માટે જાણીતા પારડીના પલસાણા રામેશ્વર મંદિર મંદિર પાસે આવેલાં સ્મશાને પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખી 1.50 ખર્ચે આધુનિક રેસ્ટોરન્ટ લુક જેવું બનાવવામાં આવ્યું છે. પલસાણા ગામમાં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રામેશ્વર મંદિરની આસ-પાસ અત્યાર સુધીમાં અનેક નવી સુવિધાઓ ઊભી કરાઇ છે.
હવે ગંગાજી સ્મશાન ભૂમિમાં આધુનિક ગેસ આધારિત અગ્નિદાહ માટે સગડીઓ ઊભી કરવાની કવાયત હાથ ધરાઇ છે. ટ્રસ્ટના પ્રમુખ હર્ષદભાઇ દેસાઇ તથા હોદેદારોએ આ પ્રોજેકટને આગળ વધારી હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.થોડા દિવસોમાં ગુજરાતના સરકારના નાણાંમંત્રી અને પારડી ધારાસભ્ય કનુભાઈ દેસાઈના હસ્તે 1.50 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સ્મશાનનું લોકાપર્ણ કરવામાં આવશે.
ટ્રસ્ટના પ્રમુખ હર્ષદભાઈ દેસાઈએ જણાવ્યુ હતુ કે, સ્મશાનમાં તમામ સામગ્રી અને માલસામાન સારી ગુણવતા વાળું વાપરવામાં આવ્યું છે. દાતાઓ તથા નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના સહયોગથી આ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે .હાલ ગ્લોબલ વોર્મિંગમાં પ્રદુષણ અને વૃક્ષ છેદનથી અકલ્પનીય પર્યાવરણને નુકસાન થઇ રહ્યું છે. ગેસ આધારિત ભઠ્ઠી મુકવા ટ્રસ્ટ દ્વારા પ્રયાસો કરાઇ રહ્યાં છે. આમ પલસાણા ખાતે રેસ્ટોરન્ટ લુક જેવું અધ્યતન સ્મશાન તૈયાર થયું છે.વાપી મુક્તિધામ બાદ પલસાણાનું મુક્તિધામ તમામ સુવિધાથી સજ્જ બન્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.