તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્ટિલિયા કેસ:વાઝે સાથેની મહિલાને નામે રજિસ્ટર્ડ સ્પોર્ટસ બાઈક દમણથી જપ્ત કરાઇ; NIA દ્વારા મીના જ્યોર્જની ધરપકડ બાદ કાર્યવાહી

વાપી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
સચિન વાઝેની ફાઇલ તસવીર - Divya Bhaskar
સચિન વાઝેની ફાઇલ તસવીર

મુંબઈ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર નજીક 20 જિલેટિન સ્ટિક્સ અને ધમકીના પત્ર સાથેની કાર ગોઠવવાના કેસમાં અને ડીલર મનસુખ હિરનની હત્યા કરવાના કેસમાં મુખ્ય સૂત્રધાર સસ્પેન્ડેડ એપીઆઈ સચિન વાઝે સાથે નરીમાન પોઈન્ટ સ્થિત હોટેલમાં સીસીટીવી ફૂટેજમાં જોવા મળેલી મહિલાને અટકાયતમાં લીધા પછી નેશનલ ઈન્વેસ્ટિગેટિંગ ટીમ (એનઆઈએ) દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

મહિલાની વિધિસર ધરપકડ બાકી
મીના જ્યોર્જ નામે આ મહિલાને નામે રજિસ્ટર્ડ રૂ. 7.50 લાખની સ્પોર્ટસ બાઈક એનઆઈએ દ્વારા દમણથી જપ્ત કરી સોમવારે સવારે એક ટેમ્પોમાં આ બાઈક અને અન્ય સામગ્રીઓ લઈને એનઆઈએની ટીમ મુંબઈ પહોંચી હતી. અગાઉ દમણના ઉદ્યોગપતિની વોલ્વો કાર જપ્ત કરી હતી, જે પછી દમણમાં વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે. આ બાઈક વાઝે કેસ સાથે સંબંધિત છે, પરંતુ તે અંગે એનઆઈએ કોઈ વિગતો જાહેર કરી નથી. એનઆઈએએ મીના જ્યોર્જની હજુ વિધિસર ધરપકડ પણ કરી નથી. મીના મીરા રોડમાં ભાડા પર રહેતી હતી.

મહિલા 15 દિવસથી ગાયબ હતી
જોકે ટ્રાઈડેન્ટ હોટેલના સીસીટીવી ફૂટેજમાં મહિલા દેખાયા પછી છેલ્લા 15 દિવસથી તે ગાયબ થઈ ગઈ હતી. આખરે ગયા સપ્તાહના અંતે તે એરપોર્ટ પરથી પકડાઈ હતી. તે સમયથી એનઆઈએ તેને વિવિધ જગ્યાએ લઈ જઈ રહી છે અને પૂછપરછ કરી રહી છે. આના જ ભાગરૂપે સ્પોર્ટસ બાઈક પણ સંઘપ્રદેશ દમણથી જપ્ત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો