વાપી મોરાઇ સ્થિત કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતી મહિલાએ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, એક માસ અગાઉ નોકરીએ શરૂ કર્યા બાદ બીજા દિવસથી જ તેનો ઇન્ચાર્જ સમાધાન ધુલે રહે. દમણ તેની સાથે દ્વિઅર્થી ભાષામાં વાતચીત કરી તેની પાસેથી બિભત્સ માંગણી કરતો હતો. જે અંગે તેણે પતિ સાથે પણ વાત કરી હતી. 26 ડિસેમ્બર 2021ના રોજ આરોપી સમાધાન ધુલે તેને બિઝનેસ સેન્ટરમાં બોલાવી ત્યાંથી આઉટડોર પાસે આવેલ દાદર નજીક લઇ જઇ તેના ગળામાં હાથ નાખી છેડતી કરી કોઇને આ અંગે કહેશે તો નોકરીથી કાઢી નાખવાની ધમકી આપતા ઘભરાયેલી મહિલા બે દિવસ સુધી નોકરીએ આવી ન હતી. પતિને આ અંગે વાતો કરી કંપનીના અધિકારીઓને ફરિયાદ કરતા આરોપી સમાધાન સામે પગલા લેવા જણાવ્યા છતાં કોઇ પગલા ન લેતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. છેડતી કરનારા ઇન્ચાર્જ સમાધાન ધુલે સામે પોલીસે કાયદેસરનો ગુનો નોંધી શનિવારે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.