નવતર પ્રયોગ:વાપી જીઆઈડીસી વિસ્તારમાં એક ફોનથી સ્થાનિકોની સમસ્યા ઉકેલાશે

વાપી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ અઠવાડિયામાં 144 ફરિયાદો આવી, વર્ષો જુના પ્રશ્નો ઉકેલવવા અનિવાર્ય

વાપી જીઆઇડીસી વિસ્તારના રહીશોના પ્રશ્નો ઉકેલવવા નોટિફાઇડ વિભાગે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. એક હેલ્પલાઇન પર ફોન કરવાથી પ્રશ્ન ઉકેલવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ અઠવાડિયામાં 144 ફરિયાદો આવી છે. જેમાં સૌથી વધુ ડ્રેનેજ જામ અને બંધ સ્ટ્રીટ લાઇટની છે. જો કે આ નવતર પ્રયોગથી જીઆઇડીસીના સ્થાનિકોના પ્રશ્નો ઉકેલાશે, પરંતુ વર્ષો જુના ટ્રાન્સપોર્ટ નગર સહિતના વણઉકેલ્યા પ્રશ્નો ઉકેલવવા જરૂરી છે.

વાપી જીઆઇડીસીમાં અરજદારોના પ્રશ્નો ન ઉકેલાતા હોવાની વ્યાપક ફરિયાદો સમયાંતરે ઉઠતી રહે છે. આ ફરિયાદો વચ્ચે વાપી નોટિફાઇડ વિભાગે સ્થાનિક રહીશોના પ્રશ્નો ઉકેલવવા હેલ્પલાઇન નં. 9070503070 જાહેર કર્યો છે.15 નવેમ્બરથી આ નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. પ્રથમ દિવસે 28 ફરિયાદો આવી હતી. જયારે પ્રથમ અઠવાડિયામાં 144 ફરિયાદો હેલ્પલાઇન પર આવી છે. જેમાં ડ્રેનેજ લાઇન અને બંધ સ્ટ્રીટ લાઇટનો સમાવેશ થાય છે. અન્ય ફરિયાદોમાં રસ્તા, પાણી, સાફ સફાઇના પ્રશ્નોનો સમાવેશ થાય છે. હેલ્પલાઇનથી સ્થાનિકોના પ્રશ્નો ઉકેલાશે તેવો દાવો નોટિફાઇડ વિભાગ કરી રહ્યું છે પરંતુ ટ્રાન્સપોર્ટ નગર, ડ્રેનેજ લાઇન, સ્ટ્રીટલાઇટના કાયમી પ્રશ્નો ઉકેલાઇ તે જરૂરી છે.

ગેરકાયદે દબાણો હટાવવા પણ જરૂરી
વાપી નોટિફાઇડમાં પાલિકાની દબાણો હટાવો ઝૂંબેશ હાથ ધરવામાં આવે છે, પરંતુ ગણતરીના દિવસો ફરી જૈશે થે જેવી સ્થિતિ થઇ છે. નોટિફાઇડ વિસ્તારોમાં ગેરકાયદે દબાણો છે. ગ્રીન સ્પેશમાં પણ દબાણો જોવા મળી રહ્યાં છે. આ ઉપરાંત નોટિફાઇડમાં આવતાં અરજદારોની રજૂઆતો સાંભળાવામાં આવે તેવી સિસ્ટમ ગોઠવવી જોઇએ.

48 કલાકમાં ફરિયાદનો નિકાલ કરાશે
પ્રથમ તબક્કે નાની ફરિયાદનો 24 કલાકમાં નિકાલ કરવામાં આવશે. મોટો પ્રશ્ન હોઇ તો 48 કલાક કે વધુ સમયમાં પ્રશ્ન હલ કરાશે.આયોજન માટેના પ્રશ્નો માટે સમય લાગી શકે છે. સોફટવેરમાં હજુ સુધારો કરવામાં આવશે. ફરિયાદોના આધારે સુધારા વધારા કરાશે.> દેવેન્દ્ર સગર,ચીફ ઓફિસર,વાપી નોટિફાઇડ

અન્ય સમાચારો પણ છે...