નિર્માણ:20 વર્ષના લાંબા અંતરાલ બાદ દમણના દલવાડામાં નવો માર્ગ

વાપી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જર્જરિત માર્ગથી પરેશાન રહીશોએ અનેક વખત રજૂઆત કરી હતી
  • જિલ્લા પંચાયતના પ્રમુખે આદર્શ ગામ યોજનામાં માર્ગ બનાવવા શરૂ કર્યુ

દમણ જિલ્લા પંચાયતના નવા ચૂંટાયેલા પ્રમુખ નવીન રમણભાઈ પટેલે પદભાર સંભાળતાની સાથે જ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દ્વારા આદર્શ ગામ હેઠળ બની રહેલા રોડના કામનો પ્રારંભ કરાવ્યો હતો. ગુરૂવારે તેમણે તેમના મતવિસ્તાર દલવાડાથી ગ્રામીણ વિકાસના કામોની શરૂઆત કરી હતી.

મરવડ પંચાયત સ્થિત દલવાડા ગામની ચોકી ફળિયામાં તેમણે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મૈત્રી જતીન પટેલ, કાર્યપાલક ઈજનેર એમ.ડી.ગોહિલ, સરપંચ પ્રીતિબેન હળપતિ, ઉપસરપંચ સતીશ પટેલ, મરવડ પંચાયતના સભ્યો, અગ્રણી પ્રવીણ પટેલ સહિત દલવાડા ગામના આગેવાનોએ ડામર રોડ બનાવવાનું ભૂમિપૂજન કર્યું હતું. ચોકી ફળિયાથી પ્રકાશ ફળિયા સુધીનો આ એક કિમીથી વધુ લાંબો રસ્તો બનાવવામાં આવશે. આ રોડ બનાવવાની જરૂરિયાત ઘણા સમયથી વ્યક્ત કરવામાં આવી રહી હતી. રોડનું કામ શરૂ કરવા બદલ દલવાડા ગામના આગેવાનોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

જિલ્લા પંચાયતના પ્રમુખ નવીન પટેલે જણાવ્યું હતું કે, પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શનમાં ગ્રામ્ય વિકાસના કામોને વેગવંતી અને મોનીટરીંગ કરવાની કામગીરી કરાશે. દમણ જિલ્લા પંચાયત અંતર્ગતના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં જર્જરિત થયેલા માર્ગોને આવનારા દિવસોમાં નવા બનાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...