તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દિલ્હીથી 2 સંતાન સાથે ભાગેલી માતાને વાપી સ્ટેશને ઝડપી પાડી

વાપી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ વાપી આવીને બાળકો સાથે સહીસલામત લઇ ગયા
  • રેલવે પોલીસનો સંપર્ક કરતા ટ્રેનમાંથી ત્રણેય મળ્યા

દિલ્હીથી બે સંતાનની માતા પતિ સાથે અણબનાવ અને ઝઘડો થયા બાદ ટ્રેનમાં બેસીને મુંબઇ જવા માટે નીકળી ગઇ હતી. જોકે, તપાસમાં મહિલા ટ્રેનમાં હોવાનું જાણ થતાં જ વાપી રેલવે પોલીસનો સંપર્ક કર્યો હતો જેમાં ટ્રેનમાં તપાસ કરતાં માતા અને બે પુત્રો મળી આવ્યા હતા.વાપી જીઆરપીના પીઅેસઓ બચુભાઇ લક્ષ્મણભાઇ ઉપર રવિવારે દિલ્હીના ખજુરીખાસ પોલીસ સ્ટેશને ફોન કરીને જણાવ્યું હતું કે, દિલ્હીથી 31 વર્ષની મહિલા પ્રિયા રણવીરસિંહ તેમના બે પુત્ર આરૂષ (7) અને લવ (6)ને લઇ ઘરેથી નીકળી ગયા છે.

આ મહિલા પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને મુંબઇ જઇ રહ્યા છે. વાપી રેલવે પોલીસને આ માહિતી મળતાં જ પોલીસે ટ્રેન વાપી સ્ટેશને પહોંચતા તમામ કોચમાંતપાસ આદરી હતી. આખરે મહિલા કોચ બી -2માંથી મળી આવતા તેમને વાપી સ્ટેશને ઉતારીને દિલ્હી પોલીસને જાણ કરવામાં આવી હતી. મહિલાનો પરિવાર અને પોલીસ વાપી આવીને બાળકો સાથે સહીસલામત સાથે લઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...