LCBનો દરોડો:ટ્રકની કેબિનમાં દારૂ સંતાડી લઇ જતો સગીર ઝડપાયો

વાપી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

દમણથી ટ્રકની કેબિનમાં દારૂ લઇ જતો સગીર કુંતાથી એલસીબીના હાથે ઝડપાયો હતો. આ કેસમાં પોલીસે માલ ભરાવી અને મંગાવનારા અમદાવાદના ત્રણ ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

એલસીબીની ટીમે સોમવારે વાહન પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કુંતા રોડ ઉપર વોચ ગોઠવતા સોમનાથ તરફથી આવી રહેલા ટાટા ટ્રક નં.જીજે-27-એક્સ-9687ને અટકાવી અંદર ચકાસણી કરતા પાછળથી પેપર રોલનો જથ્થો મળ્યો હતો. જ્યારે ચાલકની કેબિનમાંથી 24 હજારનો દારૂ મળી આવતા 17 વર્ષીય ચાલકથી પૂછપરછમાં તેણે જણાવેલ કે, આ ટ્રકમાં તે ક્લીનર તરીકે કામ કરે છે અને ચાલક અમર ગૌતમ રહે.અમદાવાદ સોનીની ચાલમાં એ તેને આ માલ સોમનાથ કેવડીફળિયાથી ભરી આપ્યો હતો. જે અમદાવાદમાં રહેતા અમરના ઓળખીતા સંદીપ તથા મામા નામના ઈસમો બંને રહે.સોનીની ચાલમાં અમદાવાદ ને પહોંચાડવાનું હતું. પોલીસે સગીર આરોપીને પકડી પાડી અમદાવાદના ત્રણેય આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે. સગીરને ટ્રક ચલાવતા જોઈ પોલીસની ટીમ પણ ચોંકી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...