ધરપકડ:છીરીમાં ગલ્લા પર જાહેરમાં દારૂ વેચતો એક ઝડપાયો

વાપી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 8 બોટલ સાથે માલિકની ધરપકડ કરી

વાપી નજીકના છીરી સ્થિત ગાયત્રી નગરમાં પાનના ગલ્લા ઉપર ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો. ગલ્લામાં રાખેલો 8 બોટલ દારૂ સાથે યુવકની ધરપકડ કરી હતી.

ડુંગરા પોલીસ સ્ટાફ રવિવારે પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે જમાદાર રવિદાસ રૂવાજીને બાતમી મળી હતી કે, છીરી ગાયત્રી નગરમાં ન્યુ લક્કી હોટલની ગલીમાં આવેલા પાનના ગલ્લા ઉપર દારૂનું વેચાણ થઇ રહ્યું છે. આ બાતમીના આધારે તપાસ કરતા ગલ્લા ઉપરથી મીણિયા થેલામાં રાખવામાં આવેલા 8 નંગ દારૂની બોટલ મળી હતી. પોલીસે ગલ્લા ચલાવતા આરોપી અનિલસિંગ કમલદેવ સિંગની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...