તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:વાપીમાં ફ્લોર મીલના માણસને માર મરાયો

વાપી16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મહિલા અન્ય ત્રણને બોલાવી લાવી ધુલાઇ

વાપીના ટાંકીફળિયામાં ફ્લોર મીલ ચલાવતા વ્યક્તિને ત્રણ લોકોએ માર માર્યો હતો. તેરા આટા અચ્છા નહી હૈ કહ્યા બાદ ત્રણ લોકોને બોલાવી લાવી ગાળ કેમ આપ્યા કહી મીલ પર કામ કરતા વ્યક્તિને માર મારી તેઓ જતા રહ્યા હતા. વાપીના ટાંકીફળિયા સ્થિત ભીખી માતા મંદિરની બાજુમાં આનંદ ફ્લોર મીલમાં કામ કરતો યોગેશ પટેલ મુળ એમપી શુક્રવારે દુકાન ઉપર હાજર રહી ઘઉં પીસી રહ્યો હતો.

તે દરમિયાન એક મહિલા દુકાન પર આવી હતી અને તેરા આટા અચ્છા નહીં હૈ કહેતા યોગેશે લોટ પરત લઇ લીધા હતા. તે બાદ દુકાનમાલિકની પત્નીને મહિલાએ જણાવેલ કે, તમારા માણસે ગાળો આપી છે જેથી આ માણસ દુકાન પર રહેવો ન જોઇએ કહી ત્યાંથી નીકળી ગયા બાદ થોડી જ વારમાં તે અન્ય ત્રણ માણસો સાથે ત્યાં આવી હતી અને યોગેશને ઢોર માર મરાયો હતો. માર માર્યા બાદ તેઓ ત્યાંથી જતા રહેતા સ્થાનિકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત યુવક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો