જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 58.24 ટકા પરિણામ આવ્યુ છે.નીચા પરિણામથી બીએસસી કોલેજોમાં પ્રવેશ સમસ્યા ઉદભવશે નહિ.
વલસાડ જિલ્લાનું ધોરણ 12 સાયન્સનું 58.24 ટકા જેટલુ નીચું પરિણામ આવ્યુ છે. પરિણામ બાદ 10થી 15 ટકા વિદ્યાર્થીઓ મેડિકલ, એન્જીનિરીંગ સહિત અન્ય ફેકલ્ટીમાં પ્રવેશ મેળવશે. જયારે બાકી રહેલા વિદ્યાર્થીઓ બીએસસીમાં એડમિશન મેળવશે. પરંતુ આ વખતે નીચા પરિણામના કારણે બેઠકો ખાલી રહે તેવી સ્થિતિ ઉદભવી રહી છે. જિલ્લાની 11 કોલેજોમાં 3000 બેઠકોનો સમાવેશ થાય છે. જયારે ધો.12 સાયન્સમાં ઉર્તિણી થનારની સંખ્યા 2313 છે. જેથી વલસાડ જિલ્લાની બીએસીસી કોલેજોમાં વિદ્યાર્થીઓને સરળતાથી પ્રવેશ મળી રહેશે.
વલસાડ બી.કે.એમ.સાયન્સ કોલેજના આચાર્ય વિકાસ દેસાઇએ જણાવ્યું હતું કે જિલ્લામાં બીએસસી કોલેજોમાં પુરતી બેઠકો હોવાથી પ્રવેશ સમસ્યા ઉદભવશે નહિં.તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળી રહેશે. ખાનગી સાયન્સ કોલેજોમાં આ વર્ષે બેઠકોની સંખ્યા વધુ છે.
જિલ્લાની BSC કોલેજોમાં બેઠકોની સ્થિતિ
વલસાડ બી.કે.એમ. કોલેજ 450,વાપી કેબીએસ કોલેજ 375, દોલત ઉષા 375, 125 , દમણ સરકારી કોલેજ 150,પારડી સરકારી સાયન્સ કોલેજ 300, ભીલાડ સરકારી કોલેજ 300, વાપી આર.કે.દેસાઇ સાયન્સ કોલેજ 250, શ્રીમદ રાજચંદ્ર ધરમપુર 500, સુરેશ મહેતા કોલેજ ઓફ ઉમરગામ 125,કિશોર દેસાઇ કોલેજ પારડી 120 બેઠકોનો સમાવેશ થાય છે.
હવે કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે
ધો.12 સાયન્સના પરિણામ બાદ જિલ્લાની સાયન્સ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થશે. કોલેજોએ પ્રવેશ પ્રક્રિયાની તૈયારીઓ હાથ ધરી છે. સરકારી અને ખાનગી સરકારી કોલેજોમાં પુરતી બેઠકો હોવાથી વિદ્યાર્થીઓને રાહત થશે, આગામી થોડા દિવસો સાયન્સના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા દોડઘામ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.