આપઘાત:વાપીમાં કંપની કન્સ્ટ્રકશન સાઇટના મજૂર- હોટલના વેઇટરે ફાંસો ખાધો

વાપી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હોટલનો માલિક વતન ગયો હોવાથી જવાબદારી આપી હતી

વાપી જીઆઇડીસીના થર્ડ ફેઝ વિસ્તારમાં આવેલી સંધ્યા ઓર્ગેનિક કંપનીની બાજુમાં નવા યુનિટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ કન્સ્ટ્રકશન સાઇટ ઉપર કપરાડાના તિસ્કરી જંગલગામે રહેતા 26 વર્ષના પ્રવેશ બાતરે અને તેમની પત્ની મજુરી કામ કરતા હતા. કન્સટ્રકશન સાઇટની બાજુમાં જ તેઓ પતરાનો શેડ પાડીને રહેતા હતા. મધ્યરાત્રીના દોઢ વાગ્યે પ્રવેશ બાતરેએ કોઇ અગમ્ય કારણોસર પતરાના શેડના લોખંડના એંગલ સાથે દોરી બાંધી ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું.

જ્યારે બીજા બનાવમાં જીઆઇડીસી સ્થિત હોટલ પેરિસ રેસ્ટોરન્ટમાં કામ કરતા બે પિતરાઇ ભાઇ સહિત ચાર કર્મી બીજા માળે આવેલી રૂમમાં રહેતા હતા. હાલમાં હોટલનો માલિક વતન ગયો હોવાથી અનત લોકનાથ નાયકને હોટલ ચલાવવાની જવાબદારી સોંપી ગયો હતો. રવિવારે સવારે 9 કલાકે તમામ કર્મચારીઓ રૂમમાં નીકળીને હોટલમાં કામે લાગી ગયો હતો. જોકે, અનત નાયક રૂમ ઉપર જ રોકાયો હતો. થોડા સમય પછી સહકર્મીએ તેમના મોબાઇલ ઉપર કોલ કરતા ફોન ઊંચક્યો ન હતો આખરે રૂમમાં જઇને જોતા અનત નાયક પંખા સાથે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. આ બનાવ અંગે જીઆઇડીસી પોલીસે આકસ્મિક મોતની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...