વાપી ડુંગરા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક બાઇક ચાલકને અટકાવી તપાસ કરતા તે દારૂના નશામાં હોય અને ખિસ્સામાંથી રામપુરી ચાકુ મળી આવતા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ હતી. વાપી ડુંગરા પોલીસની ટીમ રવિવારે વાહન પેટ્રોલીંગમાં ફરી રહી હતી. તે દરમિયાન ડુંગરા કોલોની હનુમાન મંદિર પાસે પહોંચતા એક નંબર વગરની ટીવીએસ બાઇક પર આવતા બે લોકોને અટકાવી તપાસ કરતા બંને દારૂના નશામાં મળી આવ્યા હતા. ચાલકની અંગઝડતી કરતા તેના ખિસ્સામાંથી રામપુરી ચાકુ મળી આવ્યો હતો.
જેથી આરોપી અવિનાશ વાસુ ધો.પટેલ ઉ.વ.24 રહે.બોરલાઇ ભોઇ ફળિયુ તા.ઉમરગામ અને પાછળ બેસેલા ઇસમને પકડી પાડી પ્રોહી એક્ટ, એમવી એક્ટ તથા જીપી એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ચાકુ તે કેમ લઇને ફરી રહ્યો હતો તે પોલીસ પૂછપરછમાં બહાર આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.