નિર્ણય:પલસાણામાં 70 લાખના ખર્ચે ગેસ આધારિત સ્મશાન તૈયાર કરાશે

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દાતાઓના સહયોગથી કામગીરીનો પ્રારંભ

પારડીના પલસાણા રામેશ્વર મંદિર વલસાડ જિલ્લામાં ખૂબ આસ્થા ધરાવે છે. શિવરાત્રીનો મેળો ગંગાજીના મેળા તરીકે જાણીતો છે. મંદિર પાસે આવેલાં સ્મશાનમાં હાલ લાકડાથી મૃતકોને અગ્નિદાહ આપવામાં આવે છે, પરંતુ હવે પર્યાવરણને બચાવવા રૂ.70 લાખના ખર્ચે અઘત્તન ગેસ આધારિત સ્મશામ તૈયાર કરાશે.

પલસાણા ગામમાં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રામેશ્વર મંદિરની આસ-પાસ અત્યાર સુધીમાં અનેક નવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. હવે ગંગાજી સ્મશાન ભુમિમાં આધુનિક ગેસ આધારિત અગ્નિદાહની તેમજ વિવિધ સગડીઓ ઊભી કરવાની કવાયત હાથ ધરાઇ છે. ટ્રસ્ટના પ્રમુખ હર્ષદભાઇ દેસાઇ,‌ઉપપ્રમુખ દિવ્યેશ કુમાર જોષી, મંત્રી વિમલ જોષી અને ખજાનચી હિરેન જોષી સહિતની ટીમ આ પ્રોજેકટને આગળ વધારવાના પ્રયાસો કરી રહી છે. પ્રમુખ હર્ષદભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે ગંગાજી ખાતે જુની પધ્ધતિથી લાકડાથી અગ્નિદાહ આપવામાં આવે છે.

જે હાલ ગ્લોબલ વોર્મિંગમાં પ્રદુષણ અને વૃક્ષ છેદનથી અકલ્પનીય પર્યાવરણને નુકસાન થઇ રહ્યું છે. ગેસ આધારિત ભઠ્ઠી મુકવા ટ્રસ્ટ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. અંદાજીત રૂ.70 લાખના ખર્ચે અઘત્તન ગેસ આધારિત સ્મશાનનું નિર્માણ કરાશે. ગેસ આધારિત સ્મશાનના નિર્માણ માટે ટ્રસ્ટના પ્રમુખે પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇને રજૂઆત કરી હતી. જે અંતગર્ત પારડી ધારાસભ્યએ રાજય કક્ષાના મંત્રી ગણપત વસાવાને આ મુદે રજૂઆત કરી છે. સ્મશાન નિર્માણમાં સરકાર દ્વારા પણ સહયોગ મળી રહે તેવા પ્રયાસો ચાલી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...