દુર્ઘટના:વાપીની કેમિકલ કંપનીમાં શોર્ટસર્કિટથી આગ લાગી, કામદારો બહાર ભાગતા જાનહાનિ ટળી

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપી જીઆઇડીસી ફોર્થ ફેસ સ્થિત એક કેમિકલ કંપનીમાં મંગળવારે રાત્રે અચાનક શોર્ટસર્કિટથી આગ લાગતા કામદારોમાં દોડધામ મચી હતી. બનાવની જાણ ફાયર વિભાગને કરતા કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો. વાપી જીઆઇડીસી ફોર્થ ફેસ સ્થિત મિકાસ ઓર્ગેનિક્સ લિમિટેડના યુનિટ-1માં મંગળવારે રાત્રે મોડી સાંજે અચાનક પ્રોડક્શન વિભાગમાં આગ લાગી હતી.

આગ લાગવાની જાણ થતા અંદર કામ કરી રહેલા કામદારોમાં દોડધામ મચી હતી. જે અંગે જીઆઇડીસી ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી. કલાકોની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટસર્કિટથી આગ લાગ્યા હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...