તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:વાપી જીઆઇડીસીની ગણેશ એક્રિલાઇટ કંપનીમાં આગ લાગી

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 4 ફાયર ફાઈટરે કલાકમાં આગ બુઝાવી

વાપી જીઆઇડીસીના થર્ડ ફેસ સ્થિત એક કંપનીમાં રવિવારે બપોરે આગ લાગતા ફાયર વિભાગને આ અંગે જાણ કરાઇ હતી. જેથી સ્થળ ઉપર ફાયરની 4 ગાડીઓ દોડી ગઇ હતી. જોકે કલાકની અંદર એક જ ગાડીએ આગ ઉપર કાબૂ મે‌ળવી લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

વાપી જીઆઇડીસીના થર્ડ ફેસ સ્થિત શ્રી ગણેશ એક્રિલાઇટ ઇંડસ્ટ્રીઝ નામની કંપનીમાં રવિવારે બપોરે અચાનક આગ ફાટી નીકળતા આ અંગે જીઆઇડીસી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરની કુલ 4 ગાડીઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગઇ હતી. જોકે આગ વિકરાળ ન હોવાથી ફાયરની એક જ ગાડીથી આગ ઉપર કાબૂ મેળવાઇ ગયો હતો. કલાકમાં આગ ઉપર કાબૂ મેળવાતા સંચાલકો તેમજ કામદારોએ હાશકારો અનુભવ્યો હતો. આગ લાગવા પાછળનું કારણ હજી જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...