દુર્ઘટના:મોટી દમણમાં હેલ્થ ડિરેકટરની કેબિનમાં ACમાં શોર્ટ સરકીટથી આગ, કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઇ

વાપી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોટી દમણ સ્થિત સરકારી દવાખાનાના બીજા માળે આવેલી સંઘપ્રદેશ દાનહ અને દમણ દીવ હેલ્થ વિભાગના ડિરેકટર ડો. વી.કે. દાસની કેબિનમાં ગુરૂવારે બપોરે અચાનક આગ ફાટી નીકળતાં દોડધામ મચી હતી. કેબિનમાં લાગેલા એસીમાં શોર્ટ સરકીટ થતાં તણખલાં નીચે રાખેલા સોફા ઉપર પડતાં આગ તાત્કાલિક પકડી લીધી હતી. બીજા માળે આવેલી ઓફિસની કેબિનમાં આગ લાગતા દોડધામ મચી હતી. બનાવ અંગે ફાયર બ્રિગ્રેડને જાણ કરાતા તાત્કાલિક બે ફાયર ફાયટર પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગથી કોઇ જાનહાની થવા પામી ન હતી જોકે, ઓફિસનો સામાન બળી ગયો હતો. આગથી કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...