આગ:વાપીમાં પ્લાસ્ટિકનો સામાન વેચતી દુકાનમાં આગ લાગી

વાપી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયરે આગ પર કાબૂ મેળવતા લોકોએ હાશકારો અનુભવ્યો

વાપી જીઆઇડીસી સ્થિત એક પ્લાસ્ટિકનો સામાન વેચતી દુકાનમાં મંગળવારે સવારે અચાનક આગ લાગી જતા ફાયરને જાણ કરાઇ હતી. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી.

વાપી જીઆઇડીસી ટેલિફોન એક્ષ્ચેન્જની સામે આવેલ એવીએન પ્લાસ્ટિક નામની દુકાનમાં ખુર્શી, ટેબલ વિગેરેનું વેચાણ થાય છે. મંગળવારે સવારે અચાનક આ દુકાનમાં આગ લાગી જતા અંદર કામ કરતા મજૂરો સહિત માલિક દુકાન બહાર દોડી ગયા હતા.

જોતજોતામાં જ પ્લાસ્ટિકમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરાઇ હતી. જીઆઇડીસી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા.

કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવી લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે આગ કયા કારણસર લાગી તે જાણી શકાયું નથી. આગને લઇ અંદર મૂકેલ પ્લાસ્ટિકના ટેબલો તેમજ ખુર્શીઓ બળીને ખાક થઇ ગયા હતા. સદનસીબે આ આગમાં કોઇપણ પ્રકારની જાનહાની થઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...