દુઃખદ:દાનહના કીલવણી ગામે વીજળી પડતા ખેડૂતનું મોત

સેલવાસ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેતી કામ કરી રહ્યો હતો ત્યારે વીજળી ત્રાટકી

સોમવારે વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશ દાનહમાં ગાજવીજ સાથે વરસાદમાં કીલવણી ગામે ખેતરમાં કામ કરતા 42 વર્ષીય ખેડૂત ઉપર વીજળી પડતા તેનું મોત નીપજ્યું હતું. દાનહમાં બપોરે ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો.

જેમાં અહીંના કીલવણી પટેલાદના વાંગળીયાપાડાના રહીશ લક્ષી સોમા ખરપડીયા નામક 42 વર્ષીય યુવક ખેતરમાં બપોરે 1.30 કલાકે ખેતી કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક તેના ઉપર વીજળી પડતા ગંભીર રીતે દાઝી ગયો હતો. જેને સારવાર માટે લઇ જવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.ઘટનાને પગલે ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...