અકસ્માત:લિવ ઇનમાં રહેતા કપલની મોપેડને વાપીમાં અકસ્માત,યુવતીનું મોત

વાપી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચીખલીથી વાપી આવતી વખતે વૈશાલી બ્રીજ પર ટેમ્પોએ ટક્કર મારી

નવસારીના વાંસદા તાલુકા સ્થિત ઉમરકુઇ માળ ફળિયામાં રહેતા સુમન જીવલીયાભાઇ ભોયાએ શનિવારે વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, તેમને સંતાનમાં 7 બાળકો છે. જેમાંથી ત્રીજા નંબરની દીકરી વિકિતા ઉ.વ.20 છે જે છેલ્લા ત્રણ માસથી ચીખલીના સારવણી ગામમાં રહેતા સ્નેહલ સુરેશ પટેલ સાથે પોતાના મરજીથી અલગથી રહે છે. અને તેના લગ્ન થયા નથી. સ્નેહલ અને વિકિતા વાપી બલીઠા ખાતે રહેતા હતા અને મજૂરી કામ કરતા હતા.

શનિવારે સાંજે સ્નેહલે સુમનભાઇને ફોન કરી જણાવેલ કે, તેઓ બંને એક્ટિવા નં.જીજે-21-એએન-7529 ઉપર બલીઠા જઇ રહ્યા હતા ત્યારે વાપી વૈશાલી ઓવરબ્રિજ ઉપર પહોંચતા પાછળથી આવી રહેલ આઇસર ટેમ્પોએ જોરથી ટક્કર મારતા બંને નીચે પટકાયા હતા. વિકિતા એકબાજુ બેસેલી હોવાથી જમણી બાજુ પડતા તેને માથા અને શરીરે ગંભીર ઇજા પહોંચતા સ્થળ ઉપર તેનું મોત થયું હતું. જ્યારે સ્નેહલને નાની મોટી ઇજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસમાં ફરિયાદ કરતા અજાણ્યા ટેમ્પોચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ હતી.

યુવકના પરિવારે બંનેને મારવાની ધમકી આપી હતી
અકસ્માતમાં ઘવાયેલા સ્નેહલે પોલીસને જણાવેલ કે, વિકિતા અને તેને સ્નેહલના પરિવારના લોકોએ મારવાની ધમકી આપ્યા હોવાથી તેઓ વાપીથી ચીખલી પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા નીકળ્યા હતા. જ્યાં પહેલા ચીખલીના રૂમલા ગામે બહેનની માસી સાસુના ઘરે જઇ જમ્યા બાદ ફરિયાદ આપવા જતા તેમણે સમજાવેલ કે, કોઇ ફરિયાદ કરતા નહી ઘરવાળા માની જશે. તેથી ફરિયાદ આપ્યા વિના વાપી આવી રહ્યા હતા.

સ્નેહલ પટેલ
સ્નેહલ પટેલ

નીચે ટ્રાફિક હોવાથી વિકિતાએ બ્રિજથી જવા કહ્યું હતું
નાનાપોંઢાથી વાપી પહોંચતા જ વિકિતાએ જણાવેલ કે, આગળ રસ્તો ખરાબ છે અને ટ્રાફિક વધારે થતું હોય આપણે બ્રીજ ઉપરથી જઇએ. તેમ કહેતા એક્ટિવા બ્રીજ ઉપર લઇ જતા જ પાછળથી ટેમ્પોની ટક્કરમાં વિકિતાને ગંભીર ઇજા થતા તેનું મોત થયું હતું. > સ્નેહલ પટેલ, ઇજાગ્રસ્ત

અન્ય સમાચારો પણ છે...