તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મેગી લેવા નિકળેલી સગીરાના અપહરણની ફરિયાદ નોંધાઇ

વાપી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાપીની 16 વર્ષીય સગીરા અચાનક ગુમ થઇ

વાપી ટાઉન વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરા ઘરેથી મેગી લેવા જાઉં છું કહી નીકળ્યા બાદ પરત ન આવતા આ અંગે ટાઉન પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવાઇ હતી. વાપીની એક સોસાયટીમાં રહેતી મહિલાએ શનિવારે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં એક 16 વર્ષની છોકરી જે ધોરણ-11માં અભ્યાસ કરે છે તથા એક છોકરો ઉ.વ.11 નો છે.

પતિની નોકરી છૂટી જતા તેઓ ઘરે જ છે જેથી મહિલા પોતે દમણની એક કંપનીમાં નોકરી કરે છે. શુક્રવારે તેઓ નોકરીએ ગયા હતા. ત્યારે બપોરે પતિ નોકરીની શોધમાં નીકળી ગયા હતા. તે સમયે ઘરે હાજર સાસુ-સસરાને તેમની 16 વર્ષીય પુત્રી કહીને ગયેલી કે તે દુકાનથી મેગી લઇને આવે છે. ત્યારબાદ મોડે સુધી પરત ન આવતા પરિજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...