ઉમરગામની કંપનીમાં પાંચ માસ અગાઉ મહિલા સાથે દુષ્કર્મની ફરિયાદ હવે નોંધાઇ છે. ઉમરગામ તાલુકામાં આવેલી એક કંપનીમાં મહારાષ્ટ્રના તલાસરીની પરિણિત મહિલા અને પાલઘરના પરણિત યુવક સાથે આંખ મળી જતા પ્રેમ સંબંધની શરૂઆત થઈ હતી. કંપનીમાં પરિણીતાની એકલતાનો લાભ લઈને યુવકે ઓક્ટોબર 2021મ દુષ્કર્મ આચર્યુ હતું.
જે ઘટનાની જાણ પરિણીતાના પતિને થતા મહારાષ્ટ્ર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ઝીરો નંબરથી ફરિયાદ ઉમરગામ પોલીસ મથકે ટ્રાન્સફર થતા સોમવારે ઉમરગામ પોલીસે FIR નોંધી તપાસ હાથ ધરી છે.\nમહારાષ્ટ્રના તલાસરીમાં રહેતી પરણિતા ઉમરગામ GODCમાં આવેલી એક કંપનીમાં કામ કરતી હતી. પાલધરના એક યુવકે મહિલાને લગ્ન કરવાની લાલચો આપી મહિલા સાથે પ્રેમ સબંધની શરૂઆત કરી હતી.
બાદમાં કંપનીમાં પરિણીતાની એકલતાનો લાભ લઇ મહિલા સાથે પરણિત યુવકે શારીરિક સંબંધ માંગણી કરી મહિલા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. સાથી કામદારોએ બંનેને કંપનીમાં ઝડપી પાડયા હતા. ઘટનાની પરિણીતામાં પતિ અને પરિવાર જાણ થતાં પરિણીતાએ દુષ્કર્મ કરનાર યુવક સામે પાલઘર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પાલઘર પોલીસે FIR નોંધી ઝીરો નંબરથી ઉમરગામ પોલીસ મથકને મોકલી આપી હતી. ઉમરગામ પોલીસે ઓક્ટોબર માસમાં બનેલી ઘટનાની FIR 16મી મેંના રોજ નોંધી તપાસ હાથ ધરી છે. ઉમરગામની કંપનીના સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.