તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:દમણમાં કેરી તોડવા ગયેલા બાળકને કરંટ લાગ્યો, વાપીની હોસ્પિટલમાં મોત

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જીગર ધોડી - Divya Bhaskar
જીગર ધોડી
  • કરંટ લાગવાથી તબીબોએ 14 વર્ષિય બાળકનો એક હાથ કાપવો પડ્યો હતો

દમણના ખેતરમાં લાકડીથી કેરી તોડતી વખતે 14 વર્ષીય બાળકને હાઇટેંશન વાયરના કારણે કરંટ લાગતા સારવાર માટે મરવડ હોસ્પિટલ બાદ વાપીની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન શુક્રવારે તેનું મોત થયું હતું. દમણના ઝરી ગામે સ્કૂલ ફળિયામાં રહેતો 14 વર્ષીય જીગર સુભાષ ધોડી 7 જૂનના રોજ ઘરની બાજુમાં આવેલ પોતાની વાડીમાં કેરી તોડવા ગયો હતો. લાકડીથી કેરી તોડતી વખતે કરંટ લાગતા તાત્કાલિક સારવાર માટે તે મરવડ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

જ્યાં તેની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેતા વધુ સારવાર માટે તે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડાયો હતો. ગંભીર કરંટને લઇ જીગરનો એક હાથ કાપવાનો વારો આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન શુક્રવારે તેનું મોત થઇ ગયું હતું. મૃત જીગરના પરિવારે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેમની વાડી ઉપરથી દમણ વિદ્યુત વિભાગની પાવરગ્રીડની હાઇટેંશન લાઇનના વાયરો ખૂબ જ નીચેથી પસાર થયા છે. અને વિદ્યુત વિભાગ દ્વારા નીચે આવેલ ઝાડોને ન કાપતા આ પ્રકારની ઘટના બની છે. નિર્દોષ બાળકે જીવ ગુમાવતા પરિવાર તેમજ તે વિસ્તારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...