તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:દવાનું ડુપ્લીકેટ રો-મટીરિયલ મોકલનાર દિલ્હીના કંપની સંચાલક સામે ગુનો દાખલ

વાપી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દમણની સોફટેક ફાર્માએ 5 ટન માલ મંગાવ્યો હતો
  • છેતરપિંડી મામલે આરોપીને પકડવાની તજવીજ

દમણની એક ફાર્મા કંપનીએ દિલ્લીની કંપની પાસેથી 5 ટન પેરાસીટામોલના રો-મટીરિયલ મંગાવતા તે ડુપ્લીકેટ હોવાનું બહાર આવ્યું હતું. જેને લઇ કંપનીના સંચાલકે દિલ્લીના કેમિકલ કંપનીના સંચાલક સામે દમણ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

વાપીના ચલા ખાતે પ્રમુખ સહેજ બિલ્ડીંગમાં રહેતા અને દમણ સ્થિત સોફટેક ફાર્મામાં ફરજ બજાવતા અજીત ચન્દ્રભુષણ શર્માએ નાની દમણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તા.18-03-2021થી 26-05-2021 દરમિયાન તેમની કંપની સોફટેક ફાર્માએ ઇંડિયા માર્ટ વેબસાઇટ થકી યુરો એશિયા કેમિકલ કંપની દિલ્લીથી 5 ટન પેરાસીટામોલ મંગાવ્યા હતા. જે માટે કંપનીએ રૂ.9.75 લાખ પણ ચૂકવી દીધા હતા.

જોકે આરોપી રજતકુમાર અને તેની કંપનીએ પેરાસીટામોલની જગ્યાએ કોઇ અન્ય મટીરિયલ મોકલી દેતા આ અંગે તેઓ વિરૂદ્ધ દમણ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. નાની દમણ પોલીસે આરોપી રજતકુમાર સામે આઇપીસી કલમ 420 અને 406 મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કેસમાં દિલ્લીની યુરો એશિયા કેમિકલ કંપની દેશભરમાં રો-મટીરિયલ્સ સપ્લાય કરતી હોવાનું જાણવા મળી રહ્યું છે. જે માટે દમણ પોલીસ દિલ્લી માટે રવાના પણ થઇ ગઇ છે. યોગ્ય તપાસ થાય તો ડુપ્લીકેટ દવાનું મોટું કૌભાંડ બહાર આવે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...