વાપી જીઆઈડીસીની કંપનીમાં ખેતી અધિકારીએ રેઈડ પાડી સરકારી સબસીડીવાળું યુરિયા મળતા સેમ્પલ લઈ ચકાસણી કર્યા બાદ કંપની સંચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વલસાડના ધરમપુર ખાતે રહેતા અને ખેતી અધિકારી તરીકે ફરજ બજાવતા તેજશ્રી જયદીપભાઇ પટેલે શુક્રવારે વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ખેતી વિભાગની સંયુક્ત ટીમે સ્ક્વોડ દરમિયાન વાપી જીઆઇડીસી ફર્સ્ટ ફેસ ખાતે આવેલ પદ્માવતી ડેકોર પ્રા. લિ. ના ગોડાઉનમાં તપાસ કરતા યુરિયા ખાતર ભરેલી ગુણીઓ 1.1 મે. ટન જથ્થો જોવા મળેલ અને ગુણીઓ ઉપર અંગ્રેજીમાં ટેક્નિકલ ગ્રેડ યુરિયા ફોર ઇન્ડસ્ટ્રીયલ યુઝ ઓન્લી, મન્થ ઓફ ઇમ્પોર્ટ જૂન - જુલાઇ - ઓગષ્ટ-2021 , પર્પઝ યુઝ ફોર ઇન્ડસ્ટ્રીયલ યુઝ ઓન્લી, નેટ વર્થ - 50 કિલો લખેલ હતુંં. આ યુરિયા ખાતરનો ઉપયોગ કંપનીમાં રેઝીન બનાવવા માટે થાય છે જે ડેકોરેટિવ પ્લાઇવુડ બનાવવા થાય છે.
આ યુરિયા ખાતરની ગુણીઓમાં શ્કાસ્પદ નીમ કોટેડ યુરિયા ખાતર હોવાનું જણાતા તેના ખરીદીના બિલની માગણી કરતા કંપની દ્વારા છેલ્લા 20 - 10-2021ના ટેક્સ ઇન્વોઇસ, ડિલીવરી ચલાન, ઇ-વે બિલ રજુ કરાયું હતું. તે મુજબ આર નંદલાલ એન્ડ સન્સ મુંબઇ દ્વારા આ જથ્થો પુરો પાડેલ હોવાનું જાણવા મળ્યું હતું. શંકાસ્પદ નીમ કોટેડ યુરિયા ખાતર જણાતા કંપનીના એકાઉન્ટ મેનેજર કલ્પેશભાઇ ગોકુળભાઇ પટેલ તથા ત્રિલોકનાથની હાજરીમાં ગોડાઉનમાંથી રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ 1985ના શિડ્યુલ-2 પાર્ટ-એ મુજબ નમુના 10-12-2021ના રોજ લઇ તે સમયના ખેતી અધિકારી દ્વારા આ નમુનો બારડોલી ખાતે પ્રયોગશાળામાં મોકલાયો હતો.
રિએનાલિસીસની અરજી કરાઈ હતી
પદ્માવતી ડેકોર કંપની બારડોલી લેબમાં એનાલિસીસ કરેલ પરિણામથી સંતુષ્ટ ન હોવાથી ગુજરાત રાજ્ય ગંધીનગર પાસે રિ-એનાલિસીસનીઅ રજી કરતા ફેર પ્રુથ્થકરણ માટે ફર્ટીલાઇઝર ટેસ્ટીંગ લેબ ભરતપુર રાજસ્થાન ખાતે સેમ્પલ મોકલાયો હતો. જેનો પ્રુથ્થકરણઅહેવ ાલ મુજબ આ ખાતર નીમકોટેડ યુરિયા ખાતર હોવાનું સર્ટીમાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.