તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:જોગવેલ ત્રણ રસ્તા પાસે કાર- ટ્રક વચ્ચે અકસ્માત, કોંગ્રેસના માજી પ્રમુખનો બચાવ થયો

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કપરાડા તાલુકાના જોગવેલ ત્રણ રસ્તા પાસે હુંડાઈ આઈટેન કાર નંબર GJ15, AD6975 અને ટાટા ટ્રક નંબર MH14, CP3765 વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે અને ગફલત ભરી ટાટા ટ્રક હંકારી આવતા ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. જોકે હુંડાઈ આઈટેન કારમાં કપરાડા તાલુકાના કોંગ્રેસ પક્ષના માજી પ્રમુખ સોમાભાઈ બાંતરી સહિત અન્ય બે વ્યકિતઓ સવાર હતાં.

અકસ્માત સર્જાતાં તાત્કાલિક ઘટના સ્થળે સ્થાનિક લોકો દોડી આવી 108 અને પોલીસને જાણ કરવામાં આવી હતી. અકસ્માત સર્જાતાં ટાટા ટ્રકનો ચાલક ટ્રક મૂકી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જ્યારે આઈટેન કારમાં સવાર કપરાડા તાલુકાના કોંગ્રેસ પક્ષના માજી પ્રમુખ સોમાભાઈ બાંતરી સહિત અન્ય બે વ્યક્તિઓનો ચમત્કારિક બચાવ થયો હતો. આ અંગે કોઇ ફરિયાદ થઇ નથી. કપરાડા સ્ટેટ હાઇવે ઉપર વધુ પડતા વળાંક અને ધોળાવના કારણે છાશવારે અકસ્માતો બનતા રહેતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...