હિટ એન્ડ રન:મોર્નિંગ વોકમાં નિકળેલા વાપીના ઉદ્યોગપતિને વાહને ઉડાવતા મોત

વાપી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક રણજીતસિંહ - Divya Bhaskar
મૃતક રણજીતસિંહ
  • સેલવાસ માર્ગ ઉપર ગુરૂદ્વારા નજીક વાહન ટક્કર મારી ફરાર
  • અકસ્માતની પરિવારને 3 કલાક પછી જાણ થઇ, ફૂટેજ મેળવવા તજવીજ

વાપી ચણોદ ખાતે રહેતા અને પેપર મિલના સંચાલક મળસ્કે ઘરેથી વોકિંગ માટે નીકળી ગયા બાદ ગુરૂદ્વારા સામે રસ્તા ઉપર વાહને તેમને ટક્કર મારતા ગંભીર ઇજા પહોંચતા સ્થળ ઉપર તેમનું મોત થયું હતું. વાપીના ચણોદ ગામે ભુલાનગર સોસાયટી સ્થિત પ્રણવ બંગલોમાં રહેતા અને જીઆઇડીસી સ્થિત પ્રણવ પેપર મિલમાં ભાગીદારીમાં કામ કરતા 72 વર્ષીય રણજીતસિંહ જાડેજા શનિવારે મળસ્કે 3 વાગે ઘરેથી વોકિંગ માટે નીકળી ગયા હતા.

તે દરમિયાન વાપીથી સેલવાસ તરફ જતા ગુરૂદ્વારા સામે રસ્તા ઉપર એક અજાણ્યા વાહનના ચાલકે તેમને ટક્કર મારી દેતા તેમને ગંભીર માર વાગવાથી સ્થળ ઉપર મોત થયું હતું. જેની જાણ ડુંગરામાં રહેતા ભરતભાઇ કે જેઓ પણ સવારે ચાલવા માટે નીકળ્યા ત્યારે તેમના મિત્રએ ફોન ઉપર ફોટો બતાવી જણાવેલ કે, આ વ્યક્તિનું અકસ્માતમાં મોત થયું છે.

ભરતભાઇએ આ મૃતકના ઘરે જઇ આ ફોટો તેમના પુત્ર જયપાલસિંહ જાડેજાને બતાવતા તેઓ જીઆઇડીસી પોલીસ મથકે પહોંચ્યા હતા. પિતાજીને ચલા પીએમ રૂમમાં લઇ ગયા છે. અજાણ્યા વાહનના ચાલકે ગાડી પૂરઝડપે હંકારી મોત થવાથી પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

ઉઠતાની સાથે જ ચાલવા માટે નીકળી જતા
મૃતક સંચાલક રણજીતસિંહ જાડેજાના પુત્ર જયપાલસિંહએ પોલીસને જણાવ્યું હતું કે, પિતાજીનું શરીર વધારે વજનદાર હોવાથી અને મજબુત બાંધાનો હોવાથી રાતના ગમે ત્યારે ઉંઘ પુરી થઇ જાય ત્યારે પથારી માંથી ઉઠીને તેઓ ચાલવા માટે નીકળી જતા હતા. શનિવારે મળસ્કે પોણા ત્રણ વાગે પણ આ જ રીતે વોકિંગ માટે નીકળતા તેમને અકસ્માત નડ્યો હતો.

રોજ દાદરા ગેટ સુધી ચાલતા જઇ પરત થતા
સામાન્ય રીતે કોઇપણ વ્યક્તિ મોર્નિગ વોક માટે સવારે 6 વાગ્યા પછી નીકળતાં હોય છે. જોકે, મૃતક ઉદ્યોગપતિ રણજીતસિંહ જાડેજા મળસ્કે ઊંઘ ઊંડતા ચાલવા માટે નીકળી જતા હતા. દરરોજ તેઓ પોતાના ઘરથી સંઘપ્રદેશના એન્ટ્રસ દાદરા ગેટને ટચ કરીને પરત થતા હતા. શનિવારે મળસ્કે અકસ્માતની ઘટનામાં ક્યા વાહને ટક્કર મારી હતી એ હજી જાણવા મળ્યું નથી. ફૂટેજ મળ્યા બાદ સમગ્ર ઘટના કલીયર થઇ શકે એમ છે.

અન્ય સમાચારો પણ છે...