બોગસ તબીબ સામે કાર્યવાહી:કપરાડામાં ગેરકાયદે પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

વાપી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દવા- સાધનો મળી 33,168નો માલ કબજે કરાયો

કપરાડામાં એક ચાલીના મકાનમાં ગેરકાયદે રીતે ડોક્ટરની પ્રેક્ટીસ કરતા ઇસમને પકડી પાડી પોલીસે દવા અને સાધનો મળી કુલ રૂ.33,168નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી કોઇ પણ પ્રકારના પ્રમાણપત્ર મેળવ્યા વગર આ કૃત્ય કરી રહ્યો હતો. આ રેઇડમાં આરોગ્યની ટીમ પણ સામેલ હતી.

કપરાડા પોલીસ મથકના પીએસઆઇ ડી.આર.ભાદરકા તેમની ટીમ અને આરોગ્ય ખાતાના ડો.નિકુંજ પટેલ, ડો.મહેશ પટેલને સાથે રાખી વરહટ બહરમપાડા ફળિયામાં આવેલ ધર્માભાઇ બાતરીના ભાડાના મકાનમાં રેઇડ કરતા કોઇ પણ સક્ષમ સંસ્થા એટલે કે, ગુજરાત મેડીકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર મેળવ્યા વગર ગેર કાયદેસર રીતે ડોક્ટરની પ્રેક્ટીસ કરતા આરોપી અખિલેશકુમાર રામકુમાર કુંભાર હાલ. રહે. કપરાડા મુળ ઘાટમપુર જી.કાનપુરનગર યુપી ને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપી ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરી માનવ જીવનના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી માનવ જીંદગી જોખમાય તે રીતે બેજવાબદાર પૂર્વક દર્દીઓને સારવાર આપી રહ્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી મેડીસીનો તથા સાધનો મળી કુલ રૂ.33,168નો મુદ્દામાલ કબજે લઇ બોગસ ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...