તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:સુપ્રિમ કોર્ટમાંથી સંઘપ્રદેશના પૂર્વ પ્રશાસકને મોટો ઝટકો

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દમણ કોર્ટમાં હવે સુનાવણી, સીડી મુદ્દે કોર્ટમાં ગયા હતાં

દાનહ અને દમણ દીવના પૂર્વ પ્રશાસક દ્વારા સુપ્રિમ કોર્ટમાં કરેલી અરજીમાં કોઇ રાહત ન મળતા મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટમાં ત્રણ જ્જ તેમની અરજીને ફગાવી દીધી હતી. પૂર્વ પ્રશાસક સત્યગોપાલ ઉપર વર્ષ 2012માં સતિશ શર્માએ અપરાધિક માનહાનિનો કેસ દમણ કોર્ટમાં દાખલ કર્યો હચતો. જેમાં ફરિયાદીએ કોર્ટ સમક્ષ પૂર્વ પ્રશાસક સત્યગોપાલ દ્વારા માજી કેનદ્રીય ગૃહ રાજ્યમંત્રીની પ્રેસવાર્તા દરમિયાન કરવામાં આવેલા અપરાધિક માનહાનિની ઘટના સંદર્ભે એક સીડી રજૂ કરી હતી.

આ સીડીમાં ફરિયાદી ઉપર કેટલાક ગંભીર આરોપ લગાવાયા હતા. આ કેસમાં પૂર્વ પ્રશાસકે દમણ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં સીડી ને ન જોડવા માટે પેરવી કરી હતી. જોકે, ત્યારબાદ કોર્ટે સીડીને સાબૂતના આધારે રજૂ કરવાનો આદેશ ન્યાયધિશ એ.પી. કોકાટે એ કર્યો હતો.

આ આદેશને પૂર્વ પ્રશાસક મુંબઇ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. હાઇકોર્ટ આ કેસની સુનાવણી કરીને આ કેસને પુન: દમણ કોર્ટમાં મોકલી આપ્યો હતો. મુંબઇ હાઇકોર્ટમાં ફરી અરજી કરતા પણ કોર્ટ આદેશ યથાવત રાખતા તેઓ દિલ્હીની સુપ્રિમ કોર્ટમાં ગયા હતા. સુપ્રિમ કોર્ટના ત્રણ જ્જની પેનલ ટીમ ઉદય ઉમેશ લલિત, ન્યાયમૂર્તિ ઇન્દિરા બેનર્જી અને અજય રસ્તોગીએ 30 જુન 2021ના રોજ સુનાવણી હાથ ધરીને પૂર્વ પ્રશાસકની અરજીને ફગાવી દેતા મોટો ઝટકો લાગ્યો છે. હવેથી આ કેસની સુનાવણી દમણ કોર્ટમાં ચાલશે.

અન્ય સમાચારો પણ છે...