અકસ્માત:ચણોદમાં BCAની વિદ્યાર્થીનીને ટેમ્પોએ કચડતા સ્થળ પર મોત

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાકભાજી લેવા જતી યુવતીને માતા સામે કાળ ભરખી ગયો

વાપીના ચણોદમાં રહેતી અને બીસીએમાં અભ્યાસ કરતી 21 વર્ષીય યુવતી તેની માતા સાથે શાકભાજી લેવા નીકળી હતી. તે દરમિયાન એક ટેમ્પોના ચાલકે તેને અડફેટમાં લેતા યુવતીએ સ્થળ ઉપર જીવ ગુમાવ્યો હતો. સ્થાનિકોએ ટેમ્પો ચાલકને પકડી પાડી પોલીસને સોંપતા કાર્યવાહી હાથ ધરાઇ હતી.

વાપીના ચણોદ દેસાઇવાડ ખાતે આસ્થા વિહાર સોસાયટીમાં માતા-પિતા સાથે રહેતી 21 વર્ષીય રેશ્મા સંજયપ્રસાદ પટેલ બુધવારે માતા કિરણદેવી સાથે ઘરેથી શાકભાજી લેવા માટે નીકળી હતી. દુકાન સામે રોડની સાઇડમાં ચાલતીને જતી વખતે ટાટા ટેમ્પો નં.જીજે-19-યુ-0434ના ચાલકે તેની ગાડી પૂરઝડપે હંકારી લાવી રેશ્માને પાછળથી અડફેટમાં લઇ ગાડી તેની ઉપર ચઢાવી દેતા માથાના ભાગે ગંભીર ઇજા હોવાથી સ્થળ ઉપર તેનું મોત થયું હતું.

અકસ્માત સર્જી નાસતા ટેમ્પોના ચાલકે સ્થાનિકોએ બાઇકથી પીછો કરી ભડકમોરાથી પકડી પાડી પોલીસને જાણ કરી હતી. પોલીસે આરોપી ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક રેશ્માના પિતા સંજય પ્રસાદ દાદરાની ઝા ફેશન કંપનીમાં નોકરી કરે છે. જ્યારે તેનો ભાઈ આર.બી. એન્જીનિયરિંગ કંપનીમાં મેકેનિકલ એન્જીનિયર તરીકે નોકરી કરે છે.

અન્ય સમાચારો પણ છે...